Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૧૩૯ પોઇન્ટ ઘટીને ૩૫૬૦૦ની નીચી સપાટીએ

શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૧૩૯ પોઇન્ટ ઘટીને ૩૫૬૦૦ની નીચી સપાટએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૪૯ પોઇન્ટ ઘટીને ૧૦૮૦૮ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. ટેક મહિન્દ્રા અને ટીસીએસના શેરમાં ઘટાડો રહ્યો હતો. મૂડીરોકાણકારો ફેડ પોલિસીના નિર્ણયને લઇને પણ આશ્ચર્યચકિત છે. ફેડ દ્વારા રેટમાં ૨૦૧૫ બાદથી સાતમી વખત વધારો કરવામાં આવ્યો છે. હજુ વધુ વધારો કરવામાં આવી શકે છે. વૈશ્વિક બજારોમાં આની સીધી અસર જોવા મળી હતી. ટીસીએસના શેરમાં પણ ગાબડા પડી ગયા હતા. રેટમાં વધારાની અસર બજાર પર જોવા મળી હતી. યુએસ ફેડ દ્વારા વધુ વધારો કરવાનો સંકેત આપ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા હાલમાં જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં
(અનુસંધાન નીચેના પાને)ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટ ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો હતો.વાર્ષિક હોલસેલ પ્રાઇઝ ફુગાવો એપ્રિલ મહિનામાં વધીને ૩.૧૮ ટકા હતો જે માર્ચ મહિનામાં ૨.૪૭ ટકા હતો. બેંક ઓફ જાપાન દ્વારા શુક્રવારના દિવસે તેના પરિણામ જાહેર કરવામાં આવશે. ગયા સપ્તાહમાં પોલીસી સમીક્ષા જારી કરવામાં આવી હતી. જેમાં વ્યાજદરમાં અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે સાડા ચાર વર્ષના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રિવર્સ રેપોરેટ હવે વધારી દેવામાં આવ્યો હતો. જો કે, કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) અને એસએલઆરને ક્રમશઃ ૪ અને ૧૯.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો.આ નાણાંકીય વર્ષની આ બીજી એમપીસીની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતી.
જાન્યુઆરી ૨૦૧૪માં આરબીઆઈએ છેલ્લી વખતે રેપોરેટમાં વધારો કર્યો હતો અને તે વખતે રેટ આઠ ટકા હતો ત્યારબાદથી રેટને ઘટાડવામાં આવી રહ્યો હતો. બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૪૭ પોઇન્ટ ઉછળીને ૩૫૭૩૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૪ પોઇન્ટ ઉછળીને ૧૦૮૫૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો.

Related posts

ઓરિસ્સામાં સુપરસોનિક મિસાઇલનું પરીક્ષણ

aapnugujarat

માર્ચમાં લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત

aapnugujarat

નો ફ્લાય લિસ્ટ માટે સરકાર દ્વારા ત્રણ સ્તરીય નિયમો જારી કરાયાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1