જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ મિડલ ક્લાસ પર પ્રથમ માર ઈન્સ્યોરન્સના પ્રિમિયમની પડી શકે છે. જીએસટી અમલી બન્યા બાદ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ વધારે મોંઘા થશે. ટેક્સના દર વધવાથી પ્રિમિયમ વધવાની શક્યતા દેખાઈ રહી છે. જીએસટીમાં ઈન્સ્યોરન્સ ઉપર ટેક્સના દરને વધારવાની જાહેરાત કરી દેવામાં આવી છે. એવા પરીવાર જેમની પાસે કાર છે અને તેઓ હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સ માટે છે તેમના પર વાર્ષિક આશરે ૧૦૦૦ રૂપિયાનો બોજ પડી શકે છે. બજાજ એલાયન્સના જનરલ ઈન્સ્યોરન્સના એમડી તપન સિંઘલનું કહેવું છે કે તાત્કાલિક અસરથી જીએસટી લાગુ થયા બાદ ટેક્સ ૧૫ ટકાથી વધીને ૧૮ ટકા થશે. જેના કારણે વાહનોના ગ્રાહકો ઉપર બોજ આવશે. તેમણે કહ્યું હતું કે જો આ ટેક્સ ક્રેડિટની કંપનીઓ પર હકારાત્મક અસર થશે તો ટેક્સ પ્રિમિયમ ઘટી જશે અથવા તો ટેક્સના દર યથાવત રહી શકે છે. જોકે નોન લાઈફ કંપનીઓને ઈનપુટ ટેક્સ ક્રેડિટના લાભ મળી રહ્યા છે. સર્વિસ ટેક્સમાં ઈન્સ્યોરન્સને એવી બિઝનેસની શ્રેણીમાં પણ રાખવામાં આવશે. જેના માટે ટેક્સ ક્રેડિટ ઉપલબ્ધ નથી. આવી જ રીતે જીએસટીમાં પણ ઈન્સ્યોરન્સને ટેક્સ ઈનપુટ ક્રેડિટના લાભથી અલગ રાખવામાં આવ્યા છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે સરકારે વર્તમાન છૂટછાટને જીએસટીમાં પણ જારી રાખવાનો નિર્ણય કર્યો છે.
જ્યારે છૂટછાટ આપવામાં આવે છે ત્યારે સમગ્ર ક્રેડિટ વેલ્યુની ચેઈન અસ્તવ્યસ્ત થઈ જાય છે. જેના પરિણામ સ્વરૂપે વધી ગયેલા ટેક્સનો બોજ સીધી રીતે ગ્રાહકો પર આવે છે. જે પરિવાર ૨૦ રૂપિયાથી ૨૫ હજાર રૂપિયા સુધીના હેલ્થ કવર, મેડી ક્લેઈમ પોલિસી ઉપર ખર્ચ કરે છે તેમનું પ્રમિયમ ૩ ટકા સુધી વધશે. ઓટો ઈન્સ્યોરન્સના પ્રિમિયમમાં પણ આટલો જ વધારો થશે. બેન્કીંગ સેવાઓમાં પણ ચાર્જ વધશે. અલબત્ત આ સેકટરમાં વધારે કમાણી વ્યાજ ઉપર આધારીત રહેશે.
પાછલી પોસ્ટ