Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

કેસ ઉકેલવા માગું છું, મારો બિઝનેસ બંધ કરી દેવાયો છે : મેહુલ ચોક્સી

પીએનબી કૌભાંડના બે મુખ્ય આરોપીમાંથી એક મેહુલ ચોક્સીએ ફરી એકવાર સીબીઆઈની નોટિસનો જવાબ આપ્યો છે. મેહુલ ચોક્સીએ આજે સીબીઆઈને જણાવ્યું છે કે હું વિદેશમાં મારો બિઝનેસ જમાવવામાં કાર્યરત છું. હું આ મામલો ઉકેલવા માગું છું, પરંતુ ખોટા આરોપોને લઈને ભારતમાં મારો બિઝનેસ બંધ કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી અને તેના ભાણેજ નીરવ મોદી રૂ. ૧૨૬૭૨ કરોડના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી છે. આ અગાઉ ૯ માર્ચે ગીતાંજલિ ગ્રૂપના માલિક મેહુલ ચોક્સીએ સીબીઆઈને સાત પાનાનો પત્ર લખ્યો હતો. તેમાં ચોક્સીએ જણાવ્યું હતું કે નાદુરસ્ત તબિયત અને પાસપોર્ટ રદ કરવાથી મારા માટે ભારત આવવું શક્ય નથી.સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે મેહુલે સીબીઆઈને જણાવ્યું હતું કે હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું, પરંતુ મને કોઈ મદદ મળી રહી નથી અને ન તો મારી પાસે કોઈ પણ પ્રકારની માહિતી છે. કેટલીય એજન્સીઓએ મારી વિરુદ્ધ અભિયાન છેડ્યું છે જે સાચું નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું વિદેશમાં છું. અગાઉ પણ કેટલીય નોટિસોનો જવાબ આપી ચૂક્યો છું. આશ્ચર્યની વાત એ છે કે હજુ સ્થિતિ યથાવત્‌ છે. મને મારી સુરક્ષાની સંસ્થા છે. મીડિયા પોતાની રીતે મારી વિરુદ્ધ ટ્રાયલ ચલાવી રહ્યા છે અને દરેક વાતને વધારી વધારીને બતાવવામાં આવી રહી છે. રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ પણ કોઈ પણ રીતે મારો સંપર્ક કરી રહી નથી. મારો પાસપોર્ટ અગાઉથી સસ્પેન્ડ કરી ચૂકવવામાં આવ્યો છે. હું આપનો આદર કરું છું અને ખાતરી આપું છું કે કોઈ પણ પ્રકારના બહાના બનાવી રહ્યો નથી.પોતાના અગાઉના પત્રમાં મેહુલ ચોક્સીએ લખ્યું હતું કે બિઝનેસના સંદર્ભમાં વિદેશ યાત્રા પર છું, મની લોન્ડરિંગની એફઆઈઆર દાખલ થઈ એ પહેલાથી હું વિદેશ યાત્રા પર છું. હવે પાસપોર્ટ રદ કરવાના કારણે ભારત પરત આવવું અશક્ય છે. હું પૂછવા માગું છું કે ભારત માટે કઈ રીતે ખતરારૂપ છું. આ અંગે મુંબઈની પાસપોર્ટ ઓફિસે મને કોઈ કારણ આપ્યું નથી.

Related posts

રોહિંગ્યા મુસ્લિમોએ મ્યાનમાર પરત ફરવાનો ઈન્કાર કર્યો

aapnugujarat

अदालत ने चिदंबरम की सीबीआई कस्टडी २ सितंबर तक बढ़ाई

aapnugujarat

रेलवे में होने वाली भर्ती में 50 फीसदी पदों पर महिलाओं की भर्ती होगी : पीयूष गोयल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1