Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

મધ્યપ્રદેશમાં છેડતીનો વિરોધ કરવા પર દલિત વિદ્યાર્થિનીને જીવતી સળગાવી

મધ્યપ્રદેશના રાજગઢમાં એક ૧૨ વર્ષીય દલિત વિદ્યાર્થિનીને જીવતી સળગાવી જાનથી મારી નાખવાની ઘટના સામે આવી છે. પીડિત વિદ્યાર્થિનીનો આરોપ છે કે રેપનો વિરોધ કરવા પર આ ભયાનક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.એએનએઆઇ અનુસાર પીડિત યુવતિ પર ગામના જ એક નાબાલિગ વિદ્યાર્થીએ હુમલો કર્યો છે. પોલીસ અનુસાર ઘટના રવિવારની છે જ્યારે વિદ્યાર્થિની એકલી હતી અને તકનો ફાયદો ઉઠાવી વિદ્યાર્થીએ પીડિતા પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો.વિદ્યાર્થિનીએ વિરોધ કરતા આરોપીએ તેના પર કેરોસિન છાંટી આગ ચાંપી દીધી. હાલ વિદ્યાર્થિનીની હાલત ગંભીર છે. પોલીસે નાબાલિગ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી રહી છે. જોકે, આરોપી હજી પોલીસ પકડથી દુર છે.ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં મહિલાઓ સામે વધતા જતા અત્યાચારોના બનાવોની સંખ્યા સતત વધી રહી છે અને આ ઘટનાએ ફરી એકવાર આ હકિકતને બેનકાબ કરી છે.વર્ષ ૨૦૧૨માં નિમાડ જિલ્લામાં આ જ પ્રકારે એક નાબાલિગ વિદ્યાર્થિની પર બળાત્કારની ઘટના સામે આવી હતી. જેમાં આરોપીએ વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારી જીવતી સળગાવી હતી. ઘટનામાં પીડિતાએ હોસ્પિટલમાં દમ તોડી નાખ્યો હતો.ટિ્‌વટર યુઝર્સે પણ આ ઘટનાને વખોડી કાઢી છે. ગોવિંદ મહાવર નામના ટિ્‌વટર યુઝર્સે લખ્યું કે‘… અને આપણે રાષ્ટ્રમાતા પદ્માવતીની રક્ષા કરવાની છે.’ ગોવિંદે પીડિતાની જાતિ જાહેર કરવા પર વિરોધ વ્યક્ત કર્યો છે. અન્ય એક યુઝરે સુનીલે ટ્‌વીટ કરી‘શું તમે ક્યારેય નાબાલિગ રાજપૂત, નાબાલિગ પંડિત લખ્યું છે? પીડિત તો પીડિત હોય છે અને આરોપી ફક્ત આરોપી. તમે જાતિ શા માટે દર્શાવો છે.

Related posts

આધાર સેન્ટર સપ્ટેમ્બરથી સરકારી ઓફિસોમાં રહેશે

aapnugujarat

જેટમાં રોકડ કટોકટી : ૪ વિમાન ગ્રાન્ડેડ, અનેક ઉડાણો રદ

aapnugujarat

લોકસભા બાદ રાજ્યસભામાં એનડીએ બહુમતિ મેળવી લેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1