Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આધાર સેન્ટર સપ્ટેમ્બરથી સરકારી ઓફિસોમાં રહેશે

સપ્ટેમ્બર મહિનાથી આધાર સેન્ટરો માત્ર સરકારી ઓફિસોમાં જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આના પરિણામ સ્વરૂપે સરકારી અને મ્યુનિસિપલ પ્રાંગણમાં ચાલી રહેલી આધાર સાથે સંબંધિ કચેરીને ખસેડી લેવામાં આવશે. આ વર્ષે સપ્ટેમ્બર સુધી આ પ્રક્રિયાને અમલી કરવામાં આવનાર છે. આધાર જારી કરનાર ઓથોરિટી યુઆઈડીએઆઈ દ્વારા તમામ રાજ્યોને આ સંદર્ભમાં ખાતરી કરવા કહેવામાં આવ્યું છે. તમામ નોંધણી સરકારી ઓફિસોમાં આધાર સેન્ટરમાં જ કરવામાં આવે તેમ કહેવામાં આવ્યું છે. ખાનગી સંસ્થાઓને પણ ત્યાં જ બેસવાની ફરજ પડશે. આવા સેન્ટરો ઉપર આધાર નોંધણી ઓપરેશનની પ્રક્રિયાને ૩૧મી ઓગસ્ટ ૨૦૧૭ સુધી પૂર્ણ કરી લેવા માટે કહેવામાં આવ્યું છે.
આના પરિણામ સ્વરૂપે ભારતભરમાં ૨૫૦૦૦ સક્રિય નોંધણી સેન્ટરો ઉપર સીધી અસર થશે. આ સેન્ટરો સત્તાવાળાઓની સીધી દેખરેખ હેઠળ આવી જશે. નોંધણી અને અપડેશન તરીકે ખાનગી સંસ્થાઓ દ્વારા વધારે પડતા ચાર્જના કેસોમાં પણ આને લીધે કામ મુકાશે.
સરકારની નજર હેઠળ હોવાથી પ્રક્રિયા ઝડપથી આગળ વધશે. યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સીઈઓ અજય ભૂષણ પાંડેએ તમામ રાજ્યોને પત્ર લખીને સરકારી પ્રાંગણની અંદર નોંધણી સેન્ટરોની ઓળખ કરવા માટે સૂચના આપી છે. ૩૧મી જુલાઈ સુધી સેન્ટરોની ઓળખ કરી લેવા માટે કહેવામાં આવ્યું છે. યુઆઈડીએઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આવા સેન્ટરો ઉપર નોંધણી ઓપરેશન શિફ્ટ કરવાની પ્રક્રિયા ૩૧મી ઓગસ્ટ સુધી પુરી થવી જોઇએ. પાંડેએ કહ્યું છે કે, નોંધણી સેન્ટરોને ખાનગી સ્થળોથી સરકારી પ્રાંગણમાં ખસેડી લેવામાં આવશે જેમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પરિષદની ઓફિસો અને મ્યુનિસિપલ ઓફિસનો સમાવેશ થાય છે. બેંક, બ્લોક ઓફિસ, તાલુકા ઓફિસ અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી અન્ય ઓફિસમાં પણ કેન્દ્રોને ખસેડી શકાય છે. સરકારી પ્રાંગણોમાં નોંધણી ઓપરેશનને ખસેડવા પાછળ ચોક્કસ હેતુ રહેલા છે.

Related posts

આતંકવાદી હવે શરણે થવાના બદલે મોત પસંદ કરી રહ્યા છે

aapnugujarat

रोहिंग्यों को मिलना चाहिए शरणार्थियों का दर्जा : ओवैसी

aapnugujarat

શિવપાલ ભાજપના ઇશારે ચાલી રહ્યા છે : અખિલેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1