Aapnu Gujarat
મનોરંજન

કાનપુરમાં સપના ચૌધરીને જોઇને ફેન્સ બન્યાં બેકાબૂ, અધવચ્ચે જ શો રોકવો પડ્યો

સ્ટેજ શોમાં પોતાના દેશી ઠુમકાઓ વડે પોતાના ફેન્સનું મનોરંજન કરતી બિગબોસ ૧૧ની કન્ટેસ્ટન્ટ અને હરિયાણાની ફેમસ ડાન્સર સપના ચૌધરીના શોમાં તેના ફેન્સ બેકાબૂ બની ગયાં હતાં. કાનપૂરમાં આયોજિત સપના ચૌધરીના શોને અધવચ્ચે જ રોકી દેવો પડ્યો હતો.પોતાના દેશી ડાન્સ મૂવ્સથી ફક્ત યંગસ્ટર્સને જ નહી પરંતુ દરેક ઉંમરના લોકો વચ્ચે ફેમસ બનેલી સપના ફક્ત હરિયાણામાં જ નહી પરંતુ અનેક રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. ગઇકાલે રાતે કાનપૂરમાં પોતાના ડાન્સ શોમાં દર્શકોનું મનોરંજન કરવા પહોંચેલી સપના ચૌધરીનો શો રદ્દ કરવો પડ્યો હતો. હકીકતમાં સ્ટેજ પર પર્ફોર્મ કરી રહેલી સપના ચૌધરીને જોઇને દર્શકો બેકાબૂ બની ગયાં હતાં.કાનપૂરના બ્રિજેન્દ્ર સ્વરૂપ પાર્કમાં આયોજિત સપના ચૌધરીના સ્ટેજ શો દરમિયાન બેકાબૂ બનેલી ભીડ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ ગઇ હતી અને ત્યાંની સંપત્તિને તેઓ નુકસાન પહોંચાડી રહ્યાં હોવાના કારણે આયોજકોએ શો રદ્દ કરવાની ફરજ પડી હતી.સપનાએ જ્યારે સ્ટેજ પર પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું એવું તરત જ દર્શકોએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. સપનાએ પોતે તેમને શાંત થઇ જવા માટે કહ્યું હતું પરંતુ તેનો કોઇ ઉકેલ ન આવતાં આખરે શો બંધ કરી દેવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સપના ચૌધરીના મધ્યપ્રદેશમાં આયોજિત શોને પણ રદ્દ કરવો પડ્યો હતો. ત્યાં પણ હજારોની સંખ્યામાં આવેલા લોકોએ પત્થરમારો શરૂ કરી દીધો હતો અને લાઇવ પર્ફોર્મ કરી રહેલી સપનાના આ શોને પણ અધવચ્ચે જ રોકી દેવામાં આવ્યો હતો.

Related posts

હિન્દુસ્તાની ઈસ્લામ અલગ છે : નસીરુદ્દીન શાહ

editor

ગાયિકા રિહન્ના હવે લિન્જરી લાઇનને લોંચ કરવા ઇચ્છુક

aapnugujarat

पति, बच्चों संग बाहर घूमने निकलीं सनी लियोनी

editor

Leave a Comment

UA-96247877-1