Aapnu Gujarat
ગુજરાત

મધ્ય ગુજરાતની તમામ બેઠકો ઉપર જીત

મધ્ય ગુજરાતની સાત બેઠકો પર આજે સવારે ૮ વાગ્યાથી જ મતગણતરી શરૂ થઇ ગઇ હતી. મધ્ય ગુજરાતની તમામ સાત બેઠક પર મતગણતરી દરમ્યાન ભાજપ જ આગળ ચાલી રહ્યું હતું. આણંદ બેઠક પર ભાજપના મિતેશ પટેલની સામે કોંગ્રેસના ભરતસિંહ સોલંકી પાછળ ચાલી રહ્યા છે. વડોદરા અને છોટાઉદેપુર બેઠક પર ભાજપની મહિલા ઉમેદવારો ૩-૩ લાખથી વધુ મતથી લીડ મેળવી હતી અને સાંજ સુધીમાં તેમની જીત નિશ્ચિત થઇ ગઇ હતી. જ્યારે ભરૂચ, ખેડા અને આણંદ બેઠક પર ભાજપ ૧-૧ લાખથી વધુની સરસાઇથી આગળ રહ્યું હતું. આ ત્રણેય બેઠક પર પણ ભાજપની જીત નિશ્ચિત મનાઇ રહી હતી, તે મુજબ, ભાજપનો ભગવો લહેરાયો હતો. મધ્ય ગુજરાતની વડોદરા બેઠક પર રંજનબહેન ભટ્ટ, આણંદ મીતેશ પટેલ, પંચમહાલ રતનસિંહ રાઠોડ, ભરૂચ બેઠક પર મનસુખ વસાવા, છોટા ઉદેપુર બેઠક પર ગીતાબહેન રાઠવા, ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણ અને દાહોદ પર જશવંતસિંહ ભાભોર એમ તમામ ભાજપના ઉમેદવારો વિજયી બન્યા હતા. પરિણામોનો ટ્રેન્ડ જોતાં એક તબક્કે વડોદરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે હાર સ્વીકારી લીધી હતી અને મતદાન મથક છોડીને કાર્યકરો સાથે બહાર નીકળી ગયા હતા. જ્યારે વડોદરામાં ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટની જીત નિશ્ચિત બનતા મત ગણતરી કેન્દ્રની બહાર ભાજપાના સમર્થકો દ્વારા ભારે આતશબાજી કરી હતી અનેે એક બાર મોદી સરકારના નારા, ઢોલ-નગારા સાથે ભાજપા સમર્થકોમાં ઉત્સાહ અને ખુશી છવાઇ ગયા હતા. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ મતગણતરી કેન્દ્ર છોડીને કાર્યકરો સાથે નીકળી ગયા હતા.

Related posts

ओबीसिटी के प्रति जागृत हुए गुजराती, डायट प्लानिंग सेन्टर बढ़े

aapnugujarat

અમદાવાદમાં નકલી નોટોથી છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

aapnugujarat

युवती की फेक प्रोफाइल बनाकर अश्लील फोटो अपलोड करने वाले युवक को गिरफ्तार किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1