Aapnu Gujarat
ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં ભાજપનું મોજુ

દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, બારડોલી અને વલસાડ લોકસભા બેઠક પર બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ હતી, ત્યારબાદ ઇવીએમની ગણતરી હાથ ધરાઇ હતી. ગુજરાતના અન્ય ક્ષેત્રોની જેમ દક્ષિણ ગુજરાતમાં પણ ભાજપનું પ્રચંડ મોજુ ફરી વળ્યુ હતું, જેમાં કોંગ્રેસ હારની પછડાટમાં ઘમરોળાઇ ગયુ હતું. દક્ષિણ ગુજરાતમાં નવસારી બેઠક પર ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ, વલસાડની બેઠક પર કે.સી. પટેલ, સુરત બેઠક પર ભાજપના દર્શના જરદોશ અને બારડોલીમાં ભાજપના પ્રભુ વસાવા એમ તમામ ઉમેદવારો ખૂબ સારી એવી લીડથી જીત્યા હતા. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, બારડોલી અને વલસાડ લોકસભા બેઠકની ગણતરી બપોર સુધીમાં પૂર્ણ થતાં પરિણામ સ્પષ્ટ થઈ ગયુ હતું. ત્યારબાદ વીવીપેટ અને ઇવીએમની સરખામણી કરાઇ હતી અને સાંજે મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામોનું અંતિમ ચિત્ર જાહેર કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વલસાડ બેઠક પર યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સતત બીજી ટર્મમાં મતદાનની ટકાવારીનો નવો રેકોર્ડ નોંધાયો છે. જે વર્ષ ૧૯૫૬થી કુલ ૧૬ ચૂંટણીમાં સર્વાધિક રહ્યો છે. વર્ષ ૨૦૦૯માં મતદાનની ટકાવારી ૫૬.૧૧ હતી, જે વર્ષ ૨૦૧૪માં ૭૩.૯૯ થઈ હતી. જ્યારે આ ચૂંટણીમાં તે વધીને ૭૫.૨૧ ટકા પર પહોંચતા એક નવો રેકોર્ડ સ્થાપિત થયો હતો. એકઝીટ પોલ બાદ ભાજપ ગેલમાં હતું, તો કોંગ્રેસ પરિણામોની રાહ જોવા માટે કહેતું જોવા મળ્યું હતું ત્યારે આજે યોજાઈ રહેલી મતગણતરીને લઈ સૌ કોઈ પરિણામની રાહ જોતા ભારે આતુર અને ઉત્સુક જોવા મળ્યા હતા. દક્ષિણ ગુજરાતની બેઠકોની વાત કરીએ સુરત, નવસારી અને બારડોલીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો હતો તો, જ્યારે વલસાડમાં ખરાખરીનો જંગ જામ્યો હતો. વલસાડ લોકસભા બેઠકની ચૂંટણીમાં સતત બીજી ટર્મમાં મતદાનની ટકાવારીનો નવો રેકોર્ડ નોંધાયો છે. જે વર્ષ ૧૯૫૬થી કુલ ૧૬ ચૂંટણીમાં સર્વાધિક રહ્યો છે. વર્ષ ૨૦૦૯માં મતદાનની ટકાવારી ૫૬.૧૧ હતી, જે વર્ષ ૨૦૧૪માં ૭૩.૯૯ થઈ હતી. જ્યારે આ ચૂંટણીમાં તે વધીને ૭૫.૨૧ ટકા પર પહોંચતા એક નવો રેકોર્ડ સ્થાપિત થયો હતો. વલસાડ-ડાંગ તેમજ વાંસદાના મતદારોએ મતદાનમાં સતત ઉત્સાહ વધાર્યો હતો અને આટલી ઊંચી માત્રામાં નોંધાયેલા મતદાને ઉમેદવારો અને રાજકીય તજજ્ઞોને વિચારતા કરી દીધા હતા. લોકસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા બાદ ગુજરાતની કેટલીક બેઠકો પર કાંટે કી ટક્કર રહેશે તેમ લાગતું હતું. આ બેઠકોમાં વલસાડ લોકસભા બેઠકનો પણ સમાવેશ થતો હતો પરંતુ અહીં પણ ભાજપે જ તેનું વર્ચસ્વ સાબિત કરી પ્રતિષ્ઠાભરી જીત મેળવી હતી. વલસાડની બેઠક પર ભાજપના હાલના સાંસદ ડો.કે.સી.પટેલની સામે કોંગ્રેસના કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી હાર્યા હતા. સુરત લોકસભા બેઠક પર વર્ષ ૨૦૧૪માં ૬૩.૭૭ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ૬૪.૪૧ ટકા મતદાન નોંધાયું હતું. ભાજપનો ગઢ ગણાતી એવી આ બેઠક દર્શના જરદોશે જાળવી રાખી હતી અને કોંગ્રેસના અશોક અધેવાડાને હાર આપી હતી. તો, નવા સીમાંકન દરમિયાન ૨૦૦૯માં નવસારી બેઠક અલગ પડી હતી. બે ટર્મથી નવી બનેલી નવસારી બેઠકમાં પરપ્રાંતીયોની વસતી સૌથી વધુ છે. આ વખતે ભાજપે લોકસભા ઉમેદવાર તરીકે સી.આર.પાટીલને રિપિટ કર્યા હતા, જેમણે પક્ષની આશાને યથાર્થ ઠરાવી કોંગ્રેસના ધર્મેશ પટેલને સારી એવી લીડથી હરાવ્યા હતા. ૨૦૦૯માં બારડોલી બેઠક અલગ પડતાં આ નવી બેઠક પર કોંગ્રેસના ડો.તુષાર ચૌધરી વિજેતા બન્યા હતાં અને કોંગ્રેસમાં પ્રધાનપદ મેળવતાં તેમનું કદ વધી ગયું હતું. પરંતુ વર્ષ ૨૦૧૪માં ભાજપે માંડવીના કોંગ્રેસના ધારાસભ્ય પ્રભુ વસાવાને ભાજપમાં લાવીને ટીકિટ આપી હતી અને મોદીવેવમાં ભાજપના પ્રભુ વસાવા વિજેતા થયાં હતાં. તેથી તેમને આ વખતે ૨૦૧૯માં પણ રિપીટ કરાયા હતા, તેમણે કોંગ્રેસના તુષાર ચૌધરીને ફરી એક વખત કારમી હાર આપી હતી.

Related posts

માથાસુર ગામનાં સરપંચ પલ્લવીબહેન ગ્રામજનો સાથે બેંક મેનેજરને મળ્યાં

aapnugujarat

મહિસાગરના પુલ પર રેલવે અકસ્માતમાં અજાણ્યા પુરૂષનું મરણ

aapnugujarat

ઓબીસી સમાજને ભાજપ દ્વારા અન્યાય થયો : કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1