Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ કરનાર ૨૬ કટ્ટરવાદીઓની ધરપકડ

પાકિસ્તાનમાં એક કટ્ટરવાદી ઇસ્લામિક પાર્ટીનાં કટ્ટરપંથીઓ દ્વારા દ્વારા ખૈબર પુખ્તુન્ખ્વા પ્રાંતમાં એક મૌલવીનાં નેતૃત્વમાં હિંદુ મંદિરમાં આગ લગાડવા અને તેને તોડી પાડવાનાં કેસમાં ૨૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે, આ હુમલામાં પોલીસે આખી રાત છાપા મારીને ધરપકડ કરી. આ દરમિયાન પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે સંજ્ઞાન લઇને ૫ જાન્યુઆરીનાં દિવસે તેની સુનાવણી કરશે, બીજી તરફ પાકિસ્તાનનાં હિંદુ સમુદાયએ આ ઘટનાની નિંદા કરી છે, અને કડક કાર્યવાહીની માંગ કરી છે. કરક જિલ્લામાં થયેલી આ ઘટનાની માનવાધિકાર કાર્યકર્તાઓ અને પાકિસ્તાનનાં માનવાધિકાર પ્રધાન શિરીન મઝારીએ નિંદા કરી હતી, મઝારીએ ટ્‌વીટ કરીને મંદિરમાં આગજનીની ઘટનાની નિંદા કરી, અને પોલીસને આ ઘટના માટે જવાબદાર લોકોની ધરપકડ કરવાની અપિલ કરી. જિલ્લા પોલીસ વડા ઇરફાન ઉલ્લાહે જણાવ્યું કે પોલીસે મંદિર પર હુમલા કરીને આ કેસમાં ઘણા લોકોની અટકાયત કરી છે અને પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે જમીયતે ઉલેમા-એ-ઇસ્લામનાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓનાં નેતૃત્વમાં ટોળાએ મંદિર પર હુમલો કરી દીધો, સ્થાનિક હિંદુઓએ આ મંદિરનાં સમારકામ માટે સ્થાનિક અધિકારીઓ પાસે મંજુરી મેળવી હતી, ત્યાર બાદ આ હુમલો કરવામાં આવ્યો.

Related posts

एलन मस्क बने दुनिया के सबसे अमीर शख्स

editor

પાકિસ્તાનને સાઉદી ૮ અબજ ડોલરનું પેકેજ આપવા સંમત

aapnugujarat

तालिबान के साथ अफगान शांति वार्ता फिर शुरू हो गई है : ट्रंप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1