Aapnu Gujarat
Uncategorized

બેરાજામાં માતા – પુત્રીના કૂવામાં પડી જતા મોત

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બેરાજા ગામની સીમા અકસ્માતે માતા અને પુત્રી કૂવામાં પડી જતા બન્નેનાં મોત થયા છે. છગનભાઈની વાડીમાં ખેત મજૂર તરીકે કામ કરતા આદિવાસી પરિવારના જમનાબેન ભુરિયા અને તેની સાત મહિનાની પુત્રીને સાથે લઈને કપાસ વીણવા નીકળ્યા બાદ સવારના સાડા છ વાગ્યા આસપાસ અંધારામાં ઉંડા કૂવામાં પડી જતાં ડૂબી જવાથી બંનેના મોત થયા છે.પોલીસે બન્ને મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરીમુળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને હાલ જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહેતા છગન અરજણભાઈ કમાણીની વાડીમાં ખેત મજૂરી કરતાં નાનકાભાઈ ભુરીયાના આદિવાસી શ્રમિક પત્ની જમનાબેન ઉંમર વર્ષ ૨૫ તેમજ તેની સાત મહિનાની પુત્રી લક્ષ્મી બંનેનું અકસ્માતે કૂવામાં પડી જતાં અને ડૂબી જવાના કારણે મોત થયા હતા. ઘટનાની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંન્ને મૃતદેહોનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

દિયોદર ખાતે ધી અરિહંત ક્રેડીટ કો.ઓપ સોસાયટી લિ.ની ૧૮મી વાર્ષિક સાધારણ સભા મળી

aapnugujarat

ધોરાજી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી

editor

રાજકોટમાં દલિત યુવાનને માર મારી મોતને ઘાટ ઉતાર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1