Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ રેલવે સ્ટેશનથી સીધા હાઈ-વેને જોડતા માર્ગ પરથી ડિવાઈડર હટાવવા માંગ

વાહનચાલકો ને રોંગસાઈડ જવું પડતું હોય.“ ડભોઈ રેલ્વે સ્ટેશનથી સીધો હાયવેથી જોડાતા માર્ગ પર ડિવાઈડર હટાવી સીધો રસ્તો આપવા ઉઠેલી લોક માંગ.“ ગામ માંથી હાઇવે પર જતાં અને હાઇવે પરથી ગામમાં પ્રવેશવા રોંગસાઈડે આવાગમન કરતા વાહન ચાલકો માટે જીવનું જોખમ સાબિત થઈ શકે છે. હાલમાં જ ડભોઈ પંથક પાસેથી પસાર થતા ઘોરી માર્ગો પર અવારનવાર અકસ્માતોનું પ્રમાણ અને અકસ્માતમાં વધતા જતાં મોતને કારણે નગરજનો અને વાહનચાલકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. હાલમાં જ ડભોઈ નગરમાં રેલવે દ્વારા નવીન સ્ટેશનનું નિર્માણ થયું છે સાથે પ્રશાસન દ્વારા રેલવે સ્ટેશનથી સીધો સ્ટેચુ ઓફ યુનિટી વાળા ધોરી માર્ગ પર નગરજનો તથા વાહન ચાલકો માટે સરળ અવર – જવર થાય તે માટે નવીન માર્ગ બનાવવામાં આવ્યો છે પરંતુ આ નવીન માર્ગ હાઇવે સાથે જોડાતા હાઇવે પર સામેની સાઈડે જવા કે હાઇવે પરથી ગામમાં પ્રવેશવા સીધો માર્ગ ના હોઈ વાહન ચાલકો રોડ ક્રોસ કરવા બંન્ને સાઈડે૧૦૦ મીટર જેવું રોંગ સાઈડ જઈ રોડ ક્રોસ કરવો પડતો હોય સાથે રોડ પર પુર ઝડપે વાહનો પસાર થતા હોય રોડની નજીકમાં આવેલ સોસાયટીઓના સ્થાનિકો તેમજ વાહન ચાલકો અને નગરજનોને ભારે અગવડતા પડે છે. સાથે વાહન ચાલકોમાં જીવનું જોખમ પણ અનુભવાય છે. આ ઘોરીમાર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલ ફોર ટ્રેક માર્ગ હોવાથી રાત – દિવસ વાહનોનો ધમધમાટ રહે છે તેવામાં વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવર કરતા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ નવીન રોડ પૂરું થતાં હાઇવે પર ડિવાઈડર હટાવી રસ્તો આપે તેવી જાગૃત નાગરિકો દ્વાર લોક માંગ ઉઠવા પામી છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

સાબરકાંઠા એલસીબીએ ખેડબ્રહ્મા પાસેથી વિદેશી દારૂ ઝડપ્યો

aapnugujarat

યોગેશ પરમારની પંચમહાલ જિલ્લા લોકજનશક્તિ પાર્ટીના ઉપ પ્રમુખ તરીકે વરણી

editor

કડક કાર્યવાહીના બગણાં ફૂંકતું તંત્ર : એએમટીએસ બસથી રોજ એક અકસ્માત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1