Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા એલસીબીએ ખેડબ્રહ્મા પાસેથી વિદેશી દારૂ ઝડપ્યો

સાબરકાંઠા એલસીબી ટીમને મળેલ બાતમીને આધારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબાજી રોડ ઉપર મેત્રાળ પાટીયા પાસે પોલીસ વોચમાં હતી તે દરમિયાન પોલીસને મળેલ બાતમીને આધારે એક ગાડી અંબાજી તરફથી આવતી હોય પોલીસે તેને કોર્ડન કરી તપાસ કરતા સફેદ કલરની હોન્ડા અકૉડ ગાડી નંબર જી.જે.૦૧.એચ.એલ.૦૦૦૮ માંથી વિદેશી દારૂ બોટલ તથા બીયરના ટીન મળી આવતાં પોલીસે દારૂ બિયર ટીન નંગ ૪૦૮ જેની કિંમત રૂ.૪૦.૮૦૦/-અને હોન્ડા કાર કિંમત રૂ.૨.૦૦.૦૦૦/-તથા એક મોબાઇલ મળી કુલ રૂપિયા ૨.૪૧.૪૦૦/-કિંમતનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો પોલીસે આરોપી ૧. રવિભાઈ પોપટભાઈ લુહાર ( રહે. ચાંદખેડા અમદાવાદ ) ૨. નરેન્દ્ર ભાઈ નરસિંહભાઈ પરમાર ( રહે. કુબેરનગર અમદાવાદ ) ના વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ મથકમાં થડૅ ગુના રજીસ્ટર નંબર ૩૨૭/૨૯ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી સાબરકાંઠા એલ.સી.બી એ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

વટવા જીઆઈડીસીમાં ગેસ ગળતરથી ચાર કામદારોનાં મોત

aapnugujarat

बलोलनगर में सीढ़ी की रेलिंग से गिरने पर दो वर्ष की बच्ची की मौत हुई

aapnugujarat

નીતીશ કુમારની પાર્ટીએ ઉડાવી અમિત શાહની મજાક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1