Aapnu Gujarat
ગુજરાત

નીતીશ કુમારની પાર્ટીએ ઉડાવી અમિત શાહની મજાક

હિંદુત્વ મુદ્દે ભારતીય જનતા પાર્ટી હવે પોતાની સહયોગી પાર્ટીમાં જ મજાકનો વિષય બનતી જોવા મળી રહી છે. બિહારમાં ભાજપ સાથે ગઠબંધનમાં જેડીયૂ પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું છે.જેડીયૂએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે સરકારે સંવિધાનમાં સંશોધન કરી હિંદુ હોવા અંગે એક નિયમ લાવવો જોઇએ. જે હેઠળ પ્રતિદિન, તથા પ્રતિમાસ કે દર વર્ષે મંદિરમાં જતી વ્યક્તિ જ હિંદુ કહેવાશે.મહત્વનું છે કે આ વાત જેડીયૂના પ્રવક્તા અને મહાસચિવ પવન વર્માએ એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. તેમણે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે અમિત શાહ અને ભાજપે સંવિધાનમાં સંશોધન લાવવું જોઇએ જે અંતર્ગત હિંદુ ગણાવવા માટે સૌ કોઇએ મંદિરમાં જવુ પડશે. ત્યારે અમિત શાહ કોઇને હિંદુ હોવાનું પ્રમાણપત્ર જાહેર કરશે.મહત્વનું છે કે આ વિવાદની શરૂઆત ત્યારે થઇ હતી જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. રાહુલ ગાંધીએ મંદિરમાં રજીસ્ટરમાં બિન હિંદુ તરીકે એન્ટ્રી કરાઇ હતી અને અમિત શાહે તેને પ્રચારનો મુદ્દો બનાવ્યો હતો.

Related posts

પ્રેરણાતીર્થ જૈન દેરાસર પાસે હિટ એન્ડ રનમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડનું મોત

aapnugujarat

હવે ઉમેદવારોની યાદીને લઇને થોભો ને રાહ જુઓની રણનીતિ

aapnugujarat

વિરાટનગર જંકશન પર સ્પ્લિટ ઓવરબ્રિજ, નરોડા જીઆઇડીસી ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1