Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતની મદદથી તૈયાર થયેલા ચાબહાર પોર્ટનું ઈરાનના પ્રેસિડન્ટે કર્યું ઉદ્ઘાટન

ભારત અને ઇરાન વચ્ચે દોસ્તીના મજબૂત આધાર સમાન ચાબહાર બંદર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની રવિવારથી શરૂઆત થઇ હતી. ઇરાનના પ્રેસિડન્ટ હસન રુહાનીએ પોર્ટનું ઉદ્ઘાટન કર્યુ. આ પ્રસંગે ભારત, અફઘાનિસ્તાન અને વિસ્તારના અન્ય બીજાં દેશોના રિપ્રેઝન્ટેટિવ્સ હાજર રહ્યા હતા. અફઘાનિસ્તાનની તોલો ન્યૂઝે આ જાણકારી આપી છે. ઇરાનના દક્ષિણ પૂર્વ સિસ્તાન બલૂચિસ્તાન પ્રોવિન્સમાં આવેલા આ પોર્ટથી ભારત, ઇરાન અને અફઘાનિસ્તાનની વચ્ચે એક નવો સ્ટ્રેટેજિક રૂટ ખુલશે. આ પોર્ટ શરૂ થવો તે ભારત માટે સ્ટ્રેટેજિક અને ટ્રેડ સહિત અનેક પક્ષે ફાયદાકારક છે. ઇરાનના સિસ્તાન અને બલુચિસ્તાનના પોટ્‌ર્સ એન્ડ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ બેહરૌજ અકાઇએ કહ્યું કે બંદરના પ્રથમ તબક્કાના વિકાસ માટે ઇરાને ૬૪૫ કરોડ રૂ. ખર્ચ કર્યા છે. પ્રથમ તબક્કાની શરૂઆત સાથે અહીં એક લાખ ટન સુધીની ક્ષમતાના જહાજો આવી શકશે ભારત, ઇરાન અને અફઘાનિસ્તાને એક આંતરરાષ્ટ્રીય પરિવહન માર્ગ સ્થાપિત કરવા મે, ૨૦૧૬માં એક સમજૂતી કરી હતી.આ પોર્ટની મદદથી ભારત હવે પાકિસ્તાન ગયા વગર જ અફઘાનિસ્તાન અને તેનાથી આગળ રશિયા, યુરોપ સાથે જોડાઇ શકશે. અત્યાર સુધી અફઘાનિસ્તાન જવા માટે ભારતને પાકિસ્તાન રૂટ પરથી જવું પડતું હતું.ચાબહાર પોર્ટને ભારત, ઇરાન અને અફઘાનિસ્તાનની વચ્ચે નવો સ્ટ્રેટેજિક રૂટ માનવામાં આવે છે.આ પોર્ટની મદદથી ભારત, અફઘાનિસ્તાન અને ઇરાનની વચ્ચે વ્યવસાયમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવે છે.ચાબહાર પ્રોજેક્ટને પહેલા શાહિદ બેહેશ્ટી પોર્ટ તરીકે ઓળખવામાં આવતો હતો.તેના ઇનોગરેશન પહેલાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને તેમના ઇરાની કાઉન્ટરપાર્ટ જાવેદ જરીફે તેહરાનમાં એક બેઠક કરી હતી. જેમાં ચાબહાર પ્રોજેક્ટ સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.ઉલ્લેખનીય છે કે, સુષ્મા રશિયાના સોચી શહેરથી પરત ફરતી વખતે તહેરાનમાં રોકાયા છે. તેઓ શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશની એન્યુઅલ સમિટમાં ભાગ લેવા માટે રશિયા ગયા હતા.ઇરાનના વિદેશ મંત્રાલય અનુસાર, જારીફે શાહિદ બેહેશ્ટી પોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ પોર્ટથી ઇરાન-ભારતની પરસ્પર પર ક્ષેત્રીય ભાગીદારી વધુ મજબૂત બનશે.જરીફે કહ્યું કે, આ ક્ષેત્રના વિકાસમાં પોર્ટ અને સડકોના મહત્વને દર્શાવે છે. જે મધ્ય એશિયન દેશોને વિશ્વના અન્ય દેશોથી ઓમાન સાગર અને હિંદ મહાસાગરથી જોડે છે.ઇરાનના ચાબહાર પોર્ટથી ભારત સુધી ૭૨૦૦ કિલોમીટર લાંબો ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે.ભારતે હાલમાં જ તેનું કામ વધુ ઝડપી બનાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચીનની વન બેલ્ટ વન રોડ પોલીસીના કારણે આ કામને વધુ ઝડપી બનાવવામાં આવી રહ્યું છે.આનાથી ભારતની સેન્ટ્રલ એશિયન દેશો (કઝાકિસ્તાન, કિર્ગીજસ્તાન, તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાન), રશિયા અને યુરોપ સુધી પહોંચ વધશે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ભારત ચાબહાર પોર્ટથી અફઘાનિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલા શહેર જારાંજ સુધી ૮૮૩ કિમીની સડક બનાવી ચૂક્યું છે. જેને ૨૦૦૯માં ભારતના બોર્ડર રોડ્‌સ ઓર્ગેનાઇઝેશને બનાવી હતી.આ સડક અફઘાનિસ્તાનના ૪ શહેરો હેરાત, કંધાર, કાબુલ અને મજાર-એ-શરીફને જોડતી હતી.આ વર્ષે ઓગસ્ટમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરી ઇરાનની મુલાકાતે ગયા હતા. અહીં તેઓએ નિવેદન આપ્યું હતું કે, ચાબહારથી અફઘાનિસ્તાન સુધી રેલવે લાઇન અને સડક બનાવવાની વાત ચાલી રહી છે. આનાથી અમને રશિયા સુધી એક્સેસ મળી જશે.ગડકરીએ એમ પણ કહ્યું હતું, કે આશા છે કે, ૧૨થી ૧૮ મહિનામાં ચાબહાર શરૂ થઇ જશે. આનાથી વેપાર માટેના અનેક માર્ગો ખુલશે. આ ભારત, ઇરાન અને અફઘાનિસ્તાન માટે એક ગેટવેની માફક કામ કરશે.ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર ૨૦૧૪માં ઇરાનની રિક્વેસ્ટ પર ભારત સરકારે ચાબહાર પોર્ટ પર ડેવલપમેન્ટ કરવાની વાત કરી હતી.

Related posts

કોરોના વાઇરસ આપણી સાથે જ રહેશે : WHO

editor

उत्तर-पश्चिमी ऑस्ट्रेलिया के तट पर आया 6.6 तीव्रता का भूकंप

aapnugujarat

Brazil ने दी WHO से संबंध तोड़ने की धमकी

editor

Leave a Comment

UA-96247877-1