Aapnu Gujarat
ગુજરાત

યોગેશ પરમારની પંચમહાલ જિલ્લા લોકજનશક્તિ પાર્ટીના ઉપ પ્રમુખ તરીકે વરણી

પંચમહાલ જિલ્લામાં લોકજનશક્તિ પાર્ટી હવે પોતાનું અન્ય પાર્ટીઓની સમકક્ષ પ્રભુત્વ જમાવી રહી છે. પાર્ટી પોતાના પ્રચાર પ્રસાર માટે વિવિધ આગેવાનોની ટીમ બનાવીને જનજન સુધી પહોંચવાની નેમ વ્યકત કરી રહી છે. જિલ્લામાં વિવિધ હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. “પાર્ટી પ્રમુખ ચિરાગ પાસવાનના આદેશ અનુસાર શહેરા તાલુકાના મીઠાલી ગામના યોગેશ આરતભાઈ પરમાર લોકજનશક્તિના પાર્ટીના પંચમહાલ જિલ્લા ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે જેમાં જિલ્લા પ્રમુખ શકીલ તિજારીવાલા, જિલ્લાના પ્રભારી ભરતસિંહ, ઉપપ્રમુખ કાળુભાઈ રાઠોડ, ઘોંઘબા તાલુકાના પ્રભારી પ્રકાશભાઈની હાજરીમાં ગોધરા સર્કિટ હાઉસ ખાતે તેમની વરણી કરાઈ હતી.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

આપ-બીજેપી ટ્વીટર વૉર મામલે કોંગ્રેસ પણ ઝંપલાવ્યું, ગુજરાત અને દિલ્હી બન્નેની એજ્યુકેશન સિસ્ટમ ફેલ હોવાનો દાવો

aapnugujarat

વઢવાણ ખાતે સાત મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ

editor

અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા ૧૦૦ જેટલી ઈલેક્ટ્રીક બસોનો પ્રયોગ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1