Aapnu Gujarat
ગુજરાત

વઢવાણ ખાતે સાત મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ – ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત – સુરેન્દ્રનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને નવનિર્મિત વેટરનરી પોલિક્લિનિક અને ૧૦ ગામ દીઠ ૧ મોબાઈલ પશુ દવાખાના યોજના અંતર્ગત ૭ નવા ફરતા દવાખાનાનો લોકાર્પણ સમારોહ, તાલુકા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર તેમજ કૃત્રિમ બીજદાન કરતા મૈત્રી મિત્રોને આધુનિક બીજદાન કીટ વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે યોજાયેલી તાલુકા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર અંગે વાત કરતાં પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના પશુપાલકોને નિષ્ણાંતો પાસેથી યોગ્ય માર્ગદર્શન મળી રહે, પશુપાલન વ્યવસાય અંગેની યોજનાઓ સહિતની વિશેષ માહિતી પ્રાપ્ત થાય તેમજ પશુપાલન ક્ષેત્રે આવતી વિવિધ આધુનિકતા વિશે પશુપાલકોને માહિતગાર કરવાના હેતુથી સરકાર દ્વારા આ પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે.

મૈત્રી મિત્રોને પ્રમાણપત્ર તેમજ કૃત્રિમ બીજદાન કીટનું વિતરણ કર્યા બાદ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ પશુઓના કૃત્રિમ બીજદાન માટે આ મૈત્રી મિત્રોને સંપૂર્ણ તાલીમ આપ્યા બાદ તમામ આધુનિક સાધનો સાથે સુસજ્જ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૯ મૈત્રી મિત્રોને કાર્યરત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય પશુપાલકોના પશુઓને ગામમાં જ સારવાર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ૧૦ ગામ દીઠ ૧ મોબાઈલ પશુ દવાખાના યોજના અંતર્ગત સુરેન્દ્રનગરમાં ૧૩ મોબાઈલ દવાખાના કાર્યરત હતા, જેમાં આજે ૭ નવા મોબાઈલ દવાખાનાનો વધારો કરી જિલ્લાના આશરે ૨૦૦ જેટલા ગામોના પશુપાલકોને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે અને તેમના પશુઓને ગામમાં જ સારવાર પૂરી પાડવામાં આવશે.

આ પ્રસંગે પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્યોદ્યોગ વિભાગના સચિવશ્રી નલિન ઉપાધ્યાય તેમજ ગુજરાત રાજ્ય પશુપાલન નિયામકશ્રી ડૉ. ફાલ્ગુનીબેન ઠાકરે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં પશુપાલન વિભાગ હેઠળની વિવિધ સરકારી યોજનાઓ અંગેની વિગતવાર માહિતી આપી, ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં પશુપાલન વિભાગ અંતર્ગત થયેલી વિશેષ કામગીરીની રૂપરેખા આપવામાં આવી હતી.

કાર્યક્રમ બાદ પશુપાલન મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ આધુનિક સુવિધાઓથી સુસજ્જ નવનિર્મિત વેટરનરી પોલિક્લિનિક-વઢવાણનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ ૭ નવા મોબાઈલ પશુ દવાખાનાનું ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ૭ હરતા ફરતા પશુ દવાખાનાના ડોકટરો તેમજ પાઈલોટને પ્રતિકાત્મક રૂપે ગાડીની ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં ૯ મૈત્રી મિત્રોને પ્રમાણપત્ર તેમજ કૃત્રિમ બીજદાન માટેની આધુનિક કીટનું પણ વિતરણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી એ. કે. ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. એન. કે. ગવ્હાણે, અધિક પશુપાલન નિયામકશ્રી, અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, શંકરભાઈ વેગડ, બાબાભાઈ ભરવાડ સહિત પશુપાલન વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ જિલ્લાના પશુપાલકો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

બનાસકાંઠાના પૂરગ્રસ્ત પરિવારોને સહાયરૂપ થવા નર્મદા જિલ્લામાંથી જીવન જરૂરી ચીજવસ્તુઓનો રાહત-સામગ્રીનો જથ્થો ટ્રકમાં રવાના કરાયો

aapnugujarat

જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની ચીજ.વસ્તુઓની કીટ આપીને સહાય

editor

ओढव में पानी की लाइन में लीकेज : हजारों लीटर पानी बरबाद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1