Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૦ વર્ષ બાદ પણ તાલિબાન બદલાયું નથી : બિપિન રાવત

દિલ્હીમાં ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં જનરલ રાવતની સાથે US ઇન્ડો-પેસિફિક કમાન્ડના એડમિરલ જાેન અક્વિલીનો પણ સામેલ હતા. બંને અધિકારીએ અફઘાનિસ્તાન અને પ્રાદેશિક સુરક્ષાને લગતા મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો કબજાે અને ભારત પર એની સંભવિત અસરનો ઉલ્લેખ કરતાં જનરલ રાવતે કહ્યું- જાે તાલિબાનના નિયંત્રણવાળા અફઘાનિસ્તાનથી ભારત તરફ કોઈપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ તો અમે તેની સામે ઝડપી કડક કાર્યવાહી કરીશું. ક્વાડ દેશોએ પણ વૈશ્વિક આતંકવાદનો સામનો કરવા માટે સહકાર વધારવો પડશે. ક્વાડ ચાર દેશનું સંગઠન છે. એમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. ચીન તેને હિન્દ મહાસાગરમાં પોતાના માટે સૌથી મોટું જાેખમ અને સૈન્ય પડકાર માનતું આવ્યું છે. એડમિરલ અક્વિલીનોએ ચીનનું નામ લીધા વિના સ્વીકાર્યું છે કે ભારત ન્ર્ંઝ્ર પર પડકારનો સામનો કરી રહ્યું છે અને દક્ષિણ ચીન સાગરમાં પણ ઘણા પડકારો છે. તેમણે ફ્રી નેવિગેશન પર ભાર મૂક્યો. હોંગકોંગમાં ચીનના વલણ પર પણ એડમિરલ જાેને ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે જનરલ રાવતે કહ્યું હતું કે ભારત આ ક્ષેત્રને આતંકવાદમુક્ત બનાવવા માટે કામ કરી રહ્યું છે. ભારતને ડર છે કે અફઘાનિસ્તાનની સ્થિતિની અસર આપણા દેશ પર પણ થઈ શકે છે અને ભારત માટેની વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે. એક સવાલના જવાબમાં રાવતે જણાવ્યું હતું કે તાલિબાન ૨૦ વર્ષ બાદ પણ જરા પણ બદલાયું નથી, તેના પાર્ટનર જરૂરથી બદલાઈ ગયા છે. આ એ જ તાલિબાન છે, જે ૨૦ વર્ષ પહેલા હતા, હવે નવા પાર્ટનરો સાથે સામે આવ્યા છે. રાવતના સંકેતને એવા અહેવાલોની પુષ્ટિ ગણી શકાય, જેમાં કહેવામાં આવે છે કે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ અફઘાનિસ્તાનમાં તાલિબાનને મદદ કરી રહ્યાં છેચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના જણાવ્યા મુજબ, તાલિબાને જે ગતિથી અફઘાનિસ્તાન પર પોતાનો કબજાે જમાવ્યો છે એનાથી ભારતને પણ આશ્ચર્ય થયું છે. એક કાર્યક્રમ દરમિયાન જનરલ રાવતે માન્યું હતું કે ભારતને પણ એવી આશંકા હતી કે તાલિબાન એક દિવસ અફઘાનિસ્તાન પર પોતાનો કબજાે કરી લેશે, પરંતુ આ બધું એટલું ઝડપથી બનશે, એવું ક્યારેય વિચાર્યું નહોતું. તેમના મુજબ, ૨૦ વર્ષ બાદ પણ તાલિબાન જરાપણ બદલાયું નથી.

Related posts

मेघालय विधानसभा के स्पीकर डोनकुपर रॉय का निधन हुआ

aapnugujarat

चंद्रयान २ पर बोले पीएम : चंद्रमा को छूने की हमारी इच्छाशक्ति और बढ़ी

aapnugujarat

એશિયામાં અમેરિકાના ૨ પ્રોજેક્ટમાં ભારત થશે સામેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1