Aapnu Gujarat
રાષ્ટ્રીય

એશિયામાં અમેરિકાના ૨ પ્રોજેક્ટમાં ભારત થશે સામેલ

ચીનને જવાબ આપવા માટે અમેરિકાએ એશિયામાં તેમના બે પ્રોજેક્ટ પર નવેસરથી કામની શરૂઆત કરી દીધી છે. આ પ્રોજેક્ટ સાઉથ અને સાઉથઈસ્ટ એશિયા માટે હશે. ભારત આ બંને પ્રોજેક્ટમાં મહત્વનો રોલ ભજવશે. નોંધનીય છે કે, ચીન બેલ્ટ એન્ડ રોડ ઈનીશિએટિવ દ્વારા એશિયા અને યુરોપને જોડવાનો પ્લાન છે. તાજેતરમાં જ ચીને બેલ્ટ એન્ડ રોડ સમિટ બોલાવી હતી જેમાં ભારત સામેલ થયું ન હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને તેમના ન્યૂ સિલ્ક રોડ ઈનીશિએટિવ પર ફરીથી કામ કરવાનો નિર્ણય કર્યો છે. ૨૦૧૧માં આ વિશેની જાહેરાત તે સમયના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને ચેન્નઈમાં આપેલી તેમની સ્પીચમાં કરી હતી.૨૩મેએ જાહેર થયેલા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના પહેલા બજેટમાં આ પ્રોજેક્ટ વિશેની માહિતી આપવામાં આવી છે. બજેટમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે, ન્યૂ સિલ્ક રોડ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ દ્વારા બનાવવામાં આવશે. જેમાં ભારતનો મહત્વનો રોલ હશે.અમેરિકાના વિદેશ મંત્રાલય પ્રમાણે બંને પ્રોજેક્ટને સાઉથ અને સેન્ટ્રલ એશિયાની મદદથી પૂરા કરવામાં આવશે.ન્યૂ સિલ્ક રોડનું ફોકસ અફઘાનિસ્તાન અને તેના પડોશી દેશ પર રહેશે. જ્યારે ઈન્ડો-પેસિફિક ઈકોનોમીક કોરિડોર સાઉથ અને સાઉથઈસ્ટ એશિયાને જોડશે. નોંધનીય છે કે, ૧૪-૧૫મેના રોજ બેઈજિંગમાં બેલ્ટ એન્ડ રોડ સમિટમાં ૨૯ દેશ સામેલ થયા હતા. ચીન-પાક ઈકોનોમિક કોરિડોર બીઆરઆઈનો ભાગ છે.જેમ-જેમ અફઘાનિસ્તાનમાં ફેરફાર આવશે તેમ તેમ ત્યાંના લોકોને અમેરિકાની મદદ મળવાનું સરળ થઈ જશે, ત્યારે એનએસઆરનું મહત્વ વધી જશે.કાઉન્સિલ ઓન ફોરેન રિલેશનના જેમ્સ મૈકબ્રાઈડ પ્રમાણે, ન્યૂ સિલ્ક રુટને તમે એક જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ કહી શકો છો. ક્ષેત્રીય વેપારમાં દખલગીરી કરનાર દેશ ઈકોનોમી ગ્રોથ અને સ્ટેબિલિટી લાવવામાં સક્ષમ છે.૨૦૦૯માં અફઘાનિસ્તાનમાં ૩૦ હજાર એડિશનલ ફોજ મોકલવામાંઆવી છે. બરાક ઓબામાએ પણ આશા વ્યક્ત કરી હતી કે, અમુક વર્ષોમાં ત્યાં જમીન સ્તરનું કામકાજ પુરૂ થઈ જશે. વોશિંગ્ટને આ સ્ટ્રેટેજી પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

Related posts

ઉદ્ધવ ઠાકરેએ ભાજપાને મહારાષ્ટ્રના ખેડૂતોને સંપૂર્ણ કર્જમુક્તિ મામલે આપી આકરી ચેતવણી

aapnugujarat

કર્ણાટક : એગ્ઝિટ પોલ બાદ સટ્ટામાં ભાજપ ફેવરીટ

aapnugujarat

मराठा आरक्षण : HC के फैसले को चुनौती देने वाली याचिका पर शुक्रवार को सुनवाई करेगा SC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1