Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની પતંજલી યોગ સ્પર્ધા યોજાશે

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્દ્રનગર જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની પતંજલી યોગ સ્પર્ધા (અંડર-૧૯) નું આયોજન કરવામાં આવનાર છે.

જે અન્વયે ઉપરોક્ત સ્પર્ધામાં માત્ર શાળામાં અભ્યાસ કરતા અને ૧૯ વર્ષ સુધીની વયગ્રુપના સ્પર્ધક ભાઈઓ તથા બહેનો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા સ્પર્ધકોએ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી-સુરેન્દ્રનગર ખાતેથી નિયત નમૂનાનું ફોર્મ મેળવી જરૂરી આધાર સાથે આગામી તા.૧૫ સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે પહોંચતુ કરવાનું રહેશે. સંપૂર્ણ વિગતો સાથે ફોર્મ નિયત સમય મર્યાદામાં મળેલ હશે તેવા સ્પર્ધકોને સ્પર્ધા અંગેની જાણ ટેલીફોન અથવા મોબાઈલ નંબર પર કરવામાં આવશે, તેમ વધુમાં જણાવાયું છે.

Related posts

गुजरात में तीन दिन मूसलाधार बारिश होने की चेतावनी दी गई 

aapnugujarat

कटा 18 हजार का चालान, आत्महत्या के लिए मजबूर हुआ रिक्शा ड्राइवर

aapnugujarat

ट्रेन के एसी डिब्बे के यात्री के लिए बीपीटी सुविधा बंद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1