Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલ કોંગ્રેસે ખેડૂત બિલ મામલે મામલતદારશ્રીને આવેદનપત્ર સોંપ્યુ

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આજે તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ પંચમહાલ જીલ્લા મહિલા પંચમહાલના દ્વારા મામલતદારશ્રીને ખેડૂત બિલના વિરોધમાં આવેદન સોંપવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. દિલ્હીની બોર્ડર પર પંજાબ, હરિયાણા સહિતના ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરીને ખેડૂતોને સર્મથન કરવામાં આવી રહ્યુ છે. શહેરા ખાતે આજે તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ ખેડુત બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ બિલ પાછું ખેંચવાની માંગ સાથે એક લેખિત રજુઆત કરવામાં આવી હતી. તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ન્યાય માટે આંદોલન કરતા ખેડુતોને સહયોગ આપો અને ખેડૂતોની માંગ પુરી કરવામાં આવે તેવા બેનરો દર્શાવીને ભાજપ સરકાર વિરોધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં અને મામલતદાર મેહુલ ભરવાડને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન આપવા કોંગ્રેસ અગ્રણીઓની સાથે મહિલા કોંગ્રેસના અગ્રણીઓ પણ હાજર રહ્યાં હતાં. કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કાયદા પસાર કરી વિવિધ રીતે ખેડૂતોને થઇ રહેલ અન્યાય સામે ખેડૂતોના હિતમાં ભાજપા સરકાર નિર્ણય લે અભિગમ સાથે શહેરા તાલુકા કોંગ્રેસ દ્વારા વિવિધ રજૂઆત કરતું આવેદનપત્ર શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આરતસિંહ પટેલ, દુષ્યંતસિંહ ચૌહાણ, તખતસિંહ સોલંકી, રંગીતસિંહ પગી, ઈકબાલ પોચા, સાજીદ વલી, રિઝવાન પઠાણ, પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રિયંકા પરમાર, પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી તથા પંચમહાલ જિલ્લાના પ્રભારી જાનકી પટેલ, પંચમહાલ જિલ્લા ઉપપ્રમુખ જયશ્રી પરમાર, મહામંત્રી નિશરીન શહેર મંત્રી મીના પુરાણી, જે.બી.સોલંકી, ગુણવંતભાઈ પરવીન પરમાર, મોઈન કોઠારી, ફારૂકભાઇ મોગલની ઉપસ્થિતિમાં શહેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખેડૂતોને ન્યાય મળે તે હેતુસર માંગ કરવામાં આવી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

૨૦ ઓક્ટોબર બાદ સપ્તાહમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની વકી

aapnugujarat

અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં દર્દીનો ઘસારો

aapnugujarat

અલ્પેશ ભાજપમાં સામેલ થાય તેવી અટકળો તીવ્ર બની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1