Aapnu Gujarat
Uncategorized

જેતપુરમાં લોક દરબાર યોજાયો

રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાના અધ્યક્ષ સ્થાને આજ રોજ જેતપુર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લોક દરબાર યોજાયો હતો જેમાં જેતપુર શહેર તેમજ તાલુકાના રાજકીય, સામાજિક અન્ય સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. લોક દરબારમાં ટ્રાફિક સમસ્યાનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. જેતપુરનો મુખ્ય માર્ગ કે જયાં સરકારી હોસ્પિટલ તેમજ પોલીસ સ્ટેશન આવેલ છે તે રસ્તો તેમજ જેતપુરની મતવા શેરી વિસ્તારની ટ્રાફિક અંગેની સમસ્યા દરેક આગેવાનોના મુખ પર હતી. જેતપુર એક ઔદ્યોગિક શહેર હોવાથી જેતપુરની એક ઔદ્યોગિક પોલીસ ચોકી, મહિલા ઓ પોતાની સમસ્યા નિર્ભય થઈ કહી શકે તે માટે મહિલા પોલિસ ચોકી તેમજ જેતપુરનાં સામા કાંઠા વિસ્તારને એક અલગ પોલીસ ચોકી ફાળવવામાં આવે એવી માંગ પણ ઉઠી હતી. બલરામ મીણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જેતપુરના લોકોની જે સમસ્યા છે તેનું જલદી નિવારણ આવે તેવા પગલા જલદીથી લેવામાં આવશે અને જેતપુરમાં સીસીટીવી પણ વધારવાની વાત કહેવામાં આવી છે.


(વિડિયો / અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)

Related posts

શિયાણી ગામમાં મહિલાનો કોરાના રિપોર્ટ પોઝિટિવ

editor

ગીરની તળેટીમાં શંકર”સિંહ”ની ગર્જના જુનાગઢમાં એનસીપીની ધમાકેદાર એન્ટ્રી..!!!

aapnugujarat

ઉપલેટામાં ગરબાનું વિતરણ

editor

Leave a Comment

UA-96247877-1