Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ તીલકવાળા રોડ પર ગોઝારો અકસ્માત : યુવકનું મોત

ગત સાંજે સાડા છ વાગ્યાના સુમારે રાહુલ અર્જુનભાઈ તડવી, પૃથ્વીરાજ ગણપતભાી તડવી તથા જયેશ કંચનભાઈ તડવી ત્રણે મિત્રો રહે નવાપુરા દયારામ સ્કૂલ પાસે ડભોઈ તેઓ જયેશ કંચન તડવીની મોટર સાયકલ હોન્ડા ડ્રિમ યોગા નં-જી.જે૦૬.એલડી.૨૭૮૭ લઈને ધર્મપુરી ગામે રહેતા મિત્રને મળવા નીકળ્યા હતા ત્યારે ડભોઈ નર્મદા કેનાલથી આગળ જંગલ ખાતાની નર્સરી નજીક ધર્મપુરી રોડ પરથી પસાર થતા હતા તે દરમિયાન ડભોઈ તરફથી આવતી માતેલા સાંઢ જેવી આઇસર જેવી ટ્રક પુરઝડપે ગફલતભરી અને બેદરકારીપૂર્વક હંકારી આગળ ચાલતી મોટર સાયકલને પાછળથી ધડાકાભેર અથડાતા મોટર સાયકલને ફંગોળી દેતા મોટરસાયકલ ચાલક અને પાછળ બેસેલા યુવકો એમ ત્રણેય યુવકો રોડ પર પટકાતા રાહુલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું જ્યારે બીજા બે મિત્રોને ઈજા થવા પામી છે. અંધારાનો લાભ ઉઠાવી ટ્રક ચાલક અકસ્માત ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. અંધકારના કારણે ટ્રકનો નંબર પણ જોઈ શકાયો નથી તેવું જાણવા મળ્યું હતું. ઈજાગ્રસ્ત યુવકોએ પોતાના સ્વજનોને ફોન કરી અકસ્માતની જાણ કરાતા તેઓના સગા સબંધી ઘટના સ્થળે પહોંચી જઈ ડભોઈ પોલીસને જાણ કરાતા ડભોઈ પોલીસ અકસ્માતની જગાએ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
( અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

કૃષિ વીજ જોડાણમાં વધારાનો ભાર નિયમિત કરવાની તૈયારી : ચીમનભાઈ સાપરીયા

aapnugujarat

અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર અધતન ટેકનોલોજીનો ઉપયોગ

editor

હાર્દિકની તબિયત લથડી : સોલા સિવિલ ખસેડાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1