Aapnu Gujarat
ગુજરાત

કૃષિ વીજ જોડાણમાં વધારાનો ભાર નિયમિત કરવાની તૈયારી : ચીમનભાઈ સાપરીયા

રાજયના ઊર્જામંત્રી ચિમનભાઈ સાપરિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઊર્જાવાન નેતૃત્વમાં રાજય સરકારે વધુ એક ખેડુતલક્ષી નિર્ણય લઈને કૃષિ વીજ જોડાણમાં વધારાનો વીજભાર નિયમિત કરવા ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના-૨૦૧૭ અમલમાં મુકવાનું નક્કી કર્યું છે. મંત્રી સાપરિયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ રાજયમાં ખેડુતને પોતાના ખેતીવાડી વીજ જોડાણ પર લગાવેલી મોટરના હોર્સ પાવર અંગે પુરતી માહિતી ન હોવાના કારણે ધણીવાર ચેકીંગ દરમ્યાન કરારિત વીજ ભાર કરતા વધારે હોર્સ પાવરના વપરાશ બાબતે ખેડુતોને પુરવણી બીલ આપવામાં આવતા હતા. વિવિધ ખેડુત આગેવાનો, ખેડુત સંગઠનો, ધારાસભ્યઓ અને સંસદસભ્યઓ દ્વારા પણ આ બાબતે ખેડુતોને તેમની મોટરના હોર્સ પાવર બાબતે ચકાસણી કરી મોટરના હોર્સ પાવર નિયમિત કરવા માટે એક તક આપવા બાબતેની રજુઆતો સરકારને મળી હતી. આ રજુઆતોને ધ્યાને લઈ સરકારે ખેડુતોના હિતમાં વધુ એક નિર્ણય લઈને ખેતી વિષયક વીજ જોડાણમાં વધારાનો વીજ ભાર નિયમિત કરવા માટે ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના-૨૦૧૭ અમલમાં મુકવાનું નક્કી કરેલ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિસા ખાતેના કૃષિ મહોત્સવ દરમ્યાન આ યોજનાની જાહેરાત કરી હતી. તદ્દઅનુસાર આ યોજના મુજબ ખેડુતે સંબંધિત પેટા વિભાગીય કચેરી ખાતે તા. ૩૦ જુન-૨૦૧૭ સુધીમાં અરજી કરવાની રહેશે જેના અનુસંધાને વીજ કંપની દ્વારા ખેડુતની મોટરના હોર્સ પાવરની ચકાસણી કરવામાં આવશે. જો ખેડુતની મોટર કરારિત હોર્સ પાવર કરતા વધુ હોર્સ પાવરનો વપરાશ કરતી હશે તો વીજ કંપની દ્વારા ખેડુતને વધારાના હોર્સ પાવર માટે કોઈ દંડકીય રકમનું પુરવણી બીલ આપવામાં નહી આવે પરંતુ પ્રવર્તમાન ધારા ધોરણ પ્રમાણે લોડ વધારવાની અરજી કરીને ખેડુત વધારાના હોર્સ પાવરને નિયમિત કરાવી શકશે.

Related posts

રાજપુરમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડતી નંદાસણ પોલીસ

aapnugujarat

પે એન્ડ યુઝની તીવ્ર અછત વચ્ચે પગલા સામે સવાલો

aapnugujarat

કડીમાં રથયાત્રા સંપન્ન

editor

Leave a Comment

UA-96247877-1