Aapnu Gujarat
Uncategorized

ઉપલેટામાં ગરબાનું વિતરણ

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નવલી નવરાત્રી નજીક આવતા ગરબાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે મોંઘાદાટ ગરબા આર્થિક રીતે પછાત વર્ગના લોકોને પરવડે નહીં તેવા ભાવે ગરબા ખરીદવા પડે છે ત્યારે ઉપલેટા ભારત વિકાસ પરિષદની મહિલા વિંગ દ્વારા ૫૦૦ જેટલા ડિઝાઇન કરેલા માતાજીના ગરબા બનાવી ના નફા ના નુકસાનના ધોરણે શહેરના વી.કે. પાન, દિપક સોઈંગ મશીન, બંસીધર ટ્રેડર્સ એમ ત્રણ જેટલા જાહેર સ્થળે વેચાણ કરવા માટે મુકવામાં આવેલ છે. આ ભારત વિકાસ પરિષદની મહિલા વિંગ દ્વારા યોગા, રંગોળી સ્પર્ધા, દેશભક્તિ ગીત સ્પર્ધા, એક્ટિવિટી વગેરે જેવી સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજથી માતાજીના ગરબાનું રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભારત વિકાસ પરિષદ પુરુષ વિભાગ દ્વારા પણ વિકલાંગ લોકોને સાધન-સહાય કેમ્પ, સ્વચ્છતા અભિયાન વગેરે જેવા અનેક કાર્યક્રમો પણ કરવામાં આવે છે. હાલમાં ભારત વિકાસ પરિષદની મહિલા વિંગની બહેનો આ ત્રણ સ્થળોએ વારાફરતી બેસીને આ ડિઝાઇન કરેલા ગરબાનું રાહત દરે વિતરણ કરી રહ્યા છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

સોમનાથ મહાદેવ મંદિર  ખાતે માસિક શિવરાત્રીના રાત્રીના જ્યોત પૂજન અને  મહાઆરતી કરી ભક્તો શિવક્રુપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા

aapnugujarat

કમલમ્ ખાતે સંત શિરોમણી રવિદાસજી ની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: પુષ્પાંજલી અને સંતવાણી કાર્યક્રમ

editor

કેમ્પ હનુમાન મંદિર અન્ય જગ્યાએ ખસેડવાની અરજી હાઇકોર્ટે ફગાવી

editor

Leave a Comment

UA-96247877-1