Aapnu Gujarat
ગુજરાત

ડભોઈમાં શ્રી. ડી.એમ. નારીયાવાળા આયુવેર્દિક હોસ્પિટલ ખાતે આયુવેર્દિક ઉકાળાનું વિતરણ

વર્ષ ૧૯૬૪થી સતત કાર્યરત શ્રી. ડી.એમ. નારીયાવાળા હોસ્પિટલ આયુવેર્દિક પધ્ધતિથી સર્વે નાગરિકોની સેવા અને સારવાર કરવામાં સતત કાર્યશીલ અને અગ્રેસર રહેલ છે. હાલ ચાલતી કોવિડ – ૧૯ મહામારી અને કોરોનાએ સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર માથું ઉચકતા શ્રી. ડી.એમ. નારીયાવાળા હોસ્પિટલ ડભોઈ દ્વારા નગરના નાગરિકોના રક્ષણ હેતુ ત્રણ દિવસનો તા.૧૭ ડિસેમ્બર થી તા.૧૯ ડિસેમ્બર સુધી સવારના ૧૦ઃ૩૦ થી ૧૨ઃ૩૦ સુધી વિના મૂલ્યે આયુવેર્દિક ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૩૦ જેટલી ઔષધિનો ઉપયોગ કરી ઉકાળો બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધી ૪૦૦ જેટલા લાભાર્થીઓ ઉકાળાનું સેવન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી. ડી.એમ. નારીયાવાળા આયુવેર્દિક હિસ્પિટલના હોદ્દેદારો અને તબીબ દ્વારા ૩૦ જેટલી ઔષધિનો ઉકાળો લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને કોરોના જેવી ભયંકર બીમારી સામે રક્ષણ મેળવી સુરક્ષિત રહે તે હેતુસર શ્રી.ડી.એમ નારીયાવાળા હોસ્પિટલના હોદ્દેદારો અને તબીબ દ્વારા સતત પ્રયત્નો કરાઇ રહ્યા છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

ધોળકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

editor

એસ.જી.હાઈ-વે પર ત્રણ યુવકો લૂંટાયા : એકનું મોત

aapnugujarat

अहमदाबाद के टूटे हुए रोड मामले में म्युनिसिपल के इंजीनियरों ने टेस्ट रिपोर्ट नहीं कराया था

aapnugujarat

Leave a Comment

UA-96247877-1