Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ ટાવર બજારમાં નગરપાલિકાનાં કર્મચારી માસ્ક વિના ફરતા દેખાયા

આજ રોજ ડભોઇ ટાવર બજારમાં નગરપાલિકાના મસ્ટર પર નોકરી કરતા કર્મચારીને માસ્ક વિના ફરતા જોઈ એક જાગૃત વેપારી દ્વારા તેઓને માસ્ક પહેરવાનું જણાવતા તેનું વિડિયો રેકોર્ડિંગ કર્યું હતું. મળતી માહિતી મુજબ આ એ કર્મચારી છે જે થોડા સમય પહેલા ડભોઇ નગરપાલિકામાંથી માસ્ક વગર ફરતા લોકોનો દંડ ઉઘરાવતો હતો. આજે પોતે માસ્ક પહેરેલ ના હોવાથી તેઓને આ અંગે પૂછતાં તમારા થી જે થાય તે કરી લો જેવો ઉદ્ધતાઈ પૂર્વક જવાબ આપતા આ કર્મચારી ત્યાંથી જતો રહ્યો હતો, જેનો વિડિયો ડભોઇ નગમાં વાયુ વેગે વાયરલ થતા લોકોએ આ કર્મચારી પર ફીટકાર વરસાવ્યો હતો અને ડભોઇ નગરના લારી – ગલ્લાવાળા લોકોમાંથી જાણવા મળ્યા મુજબ આ કર્મચારીનો ખુબ જ ત્રાસ છે. અવાર નવાર લારી – ગલ્લાવાળાઓને ખખડાવી હોદ્દાનો રોફ બતાવી લારીઓ ગલ્લા વાળા જોડે ઉદ્ધતાઈ પૂર્વકનો વ્યવહાર કરતો હોવાનું જાણવા મળેલ છે. જો આ કર્મચારીને આજે કોઈ જાગૃત નાગરિક દ્વારા પકડવામાં આવ્યો છે તો તંત્ર દ્વારા તેની ઉપર કાર્યવાહી કરી તેને પણ દંડ કરવો જોઈએ તો જ પ્રજાને તંત્ર પર ભરોસો રહેશે બાકી તો અંધેર નગરી ઔર ગંડું રાજા જેવા હાલ ડભોઇ નગરનો થશે. જો તંત્ર આ કર્મચારીને દંડ નહીં ફટકારે તો લોકો માસ્ક બાબતે તંત્ર સામે ઘર્ષણ કરશે અને ઉદાહરણરૂપે નગરપાલિકા કર્મચારીનો વિડિયો બતાવશે. હવે જોવાનું એ રહ્યું કે શું એ કર્મચારી પાસેથી તંત્ર દંડ વસુલશે કે પછી જતું કરશે ?
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

માલવણ-કચ્છ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત

aapnugujarat

AMC issued notices to 81 school and colleges in A’bad for mosquito breeding

aapnugujarat

વેરાવળ શહેરમાં ઠંડાપીણા/સોડા શોપના ૪૦૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો

editor

Leave a Comment

UA-96247877-1