Aapnu Gujarat
Uncategorized

જામનગરની જી.જી. કોવિડ હોસ્પિટલમાં અનેક નવા સફાઇ કર્મચારીઓ કોરોનાના દર્દીઓની સેવામાં જોડાયા

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ તેમના જીવન કાર્યો થકી સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન દ્વારા દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યાં છે ત્યારે કોરોનાની નવી મહામારીમાં જામનગરની જી.જી. હોસ્પિલમાં કોરોનાના દર્દીઓ માટે ૯ માળની ૧૨૦૦ બેડની નવી – અદ્યતન સુવિધા સંપન્ન હોસ્પિટલ તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ કરાઇ હતી પરંતુ ૯ માળની આ વિશાળ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ, દર્દીઓના રૂમ વગેરેની સફાઇ કરે શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અનેક નવા સફાઇ કર્મચારીઓની ભરતી કરીને કામ – રોજગારી આપવામાં આવી છે. આ સફાઇ કામદારો કોરોના દર્દીઓની પરિવારના સભ્યોની જેમ જ સેવા – સુશ્રુષા કરી રહ્યા છે. ‘‘મારે નોકરીની જરૂર હતી પરંતુ હું ધો.૧૨ સુધી જ ભણી છું, ઓછા અભ્યાસના કારણે નોકરી મળવામાં મને મુશ્કેલી પડતી હતી પરંતુ પાંચેક મહિના પહેલા જ મને સફાઇ કામદાર તરીકે જી.જી.કોવિડ હોસ્પિટલમાં નોકરી મળી ગઇ. કોરોના દર્દીઓની સેવા કરવાનો અવસર પણ પ્રાપ્ત થયો છે. આમ મને કોરોનાના સમયમાં પણ રોજગારી પ્રાપ્ત થઇ છે. મારા જેવા ૧૫૦ જેટલા નવા સફાઇ કામદારોને પણ નોકરી – રોજગારી મળી છે.’’ આ વાત કરે છે જામનગરની પ્રખ્યાત જી.જી. સરકારી કોવિડ હોસ્પિટલની સફાઇ કામદાર કોમલ કુંભારાણા. અન્ય એક સફાઇ કામદાર શૈલેષ રાઠોડ કહે છે કે, મારે હોસ્પિટલના કેમ્પસની સફાઇ કરવાની હોઇ કે પછી દર્દીઓના રૂમ, દર્દીને ચોખ્ખા કરવાનો હોય કે બાથરૂમ – ટોઇલેટની સફાઇ કરવાની હોઇ. દર્દીઓના ડસ્ટબીનનો કચરાનો નિકાલ કરવાનો હોઇ કે મેડિકલ વેસ્ટનો. અમે અમારૂ કામ નિષ્ઠાથી કરીએ છીએ. અમને ગૌરવ છે કે અમે લોકોને-દર્દીઓને-હોસ્પિટલને સ્વચ્છ રાખવાનું બહુ મોટું કામ કરીએ છીએ. આઠ વર્ષથી આ જ હોસ્પિટલમાં કામ કરતી ૩૭ વર્ષીય નાઝિયા ફકીર કહે છે કે, ‘‘કોરોનાના દર્દીઓની સારવાર કરવા શરૂઆતમાં અમને ડર હતો કે અમે પણ સંક્રમિત થઇશું પરંતુ અમને હોસ્પિટલમાં માસ્ક, ગ્લોઝ, કેપ સહિતની સેફટી કીટ આપવામાં આવે છે જેથી અમને હવે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરવામાં ડર નથી રહ્યો અને અમને પથારીવશ દર્દીની સાફ સફાઇ કરવાના કામનો સંતોષ મળે છે. માનવ સેવા જેવી ઉત્તમ સેવા એક પણ નથી. આર્થિક જરૂરિયાતના કારણે સફાઇ કામદાર તરીકે છેલ્લાં ૧૨ વર્ષથી હોસ્પિટલમાં કામ કરતાં ભાનુબહેન હિરાણી કહે છે કે મારા પતિ હૃદય રોગના દર્દી છે. ઘર ચલાવવા મારે કામ કરવું જ પડે. અમને અશકત – વિકલાંગ કે વૃધ્ધ દર્દીઓને ભોજન – નાસ્તો – ચા – પાણી ખવડાવીએ – પીવડાવીએ, બાથરૂમ કરવા લઇ જઇએ. ચાલી ન શકે કે જાગૃત અવસ્થામાં ન હોય તેવા દર્દીઓ દ્વારા પથારીમાં મળ – મૂત્રને સાફ કરવા સહિતના કામો અમે કરીએ છીએ. અમને આ કામ કરવામાં કયારેય નાનપ કે શરમનો અનુભવ નથી થતો.
કારણ કે અમે માનવસેવા કરીએ છીએ. જી.જી. હોસ્પિટલમાં ત્રણ એજન્સીઓ દ્વારા સફાઇ કામદારોને રોજગારી પૂરી પાડવામાં આવે છે જેમાં જામનગર સફાઇ કામદાર સમાજ દ્વારા કુલ ૨૫૦ કામદારો પૈકી ૧૫૦ કામદારો કોવિડ હોસ્પિટલમાં કામ કરે છે. કોરોનાના દર્દીઓની સેવા માટે ૧૫૦ જેટલા સફાઇ કર્મચારીઓનો ભરતી કરાઇ હતી તેમ જામનગર સફાઇ કામદાર સમાજ – એજન્સીના ઓનર રિઝવાન ખાન પઠાણે જણાવ્યું હતું જયારે બીજી એજન્સી બંસી એન્ટરપ્રાઇઝ દ્વારા ૩૦૦ સફાઇ કામદારો કામ કરે છે, જે પૈકી કોવિડ હોસ્પિટલમાં ૪૨ કર્મચારીઓ કામ કરે છે જયારે સિધ્ધનાથ એજન્સી દ્વારા ૨૦૦ સફાઇ કામદારો જી.જી.હોસ્પિટલમાં કામ કરે છે જેમાં ૧૦૦ કામદારો કોવિડ હોસ્પિટલમાં કામ કરે છે.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

मुझे गे रोल निभाने पर दोबारा सोचने को कहा गया था : आयुष्मान

aapnugujarat

અમદાવાદમાં જગન્નાથ મંદિર પોલીસ-છાવણીમાં ફેરવાયું

editor

ધોળકા તાલુકાનાં રનોડા ગામમાં ૩૦ ઓગસ્ટનાં રોજ શ્રી મહાવીર મેઘમાયાદાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1