Aapnu Gujarat
ગુજરાત

માલવણ-કચ્છ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત

રાજ્યમાં દરરોજ અકસ્માતના અનેક બનાવો બની રહ્યા છે. ખોટી ઉતાવળ અને ખરાબ રસ્તાઓને પગલે લોકો અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે. માલવણ-કચ્છ હાઇવે પર ગત રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં કમકમાટીભર્યાં મોત થયા છે. ત્રણ લોકોને ઈજા પહોંચી છે. મોડી રાત્રે ઈકો કાર અને ઇનોવા કાર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના બોનેટના ફૂરચા નીકળી ગયા હતા. એવી માહિતી મળી છે કે મૃતકો કચ્છમાંથી જાન લઇને કલોલ જતાં હતા તે દરમિયાન અખિયાણા પાસે અકસ્માત સર્જાયો હતો.
બનાવની વિગત પ્રમાણે માલવણ-કચ્છ હાઇવે પર મોડી રાત્રે એક ઇકો કાર અને ઇનોવા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને ૧૦૮ની મદદથી સારવાર માટે ધ્રાંગધ્રાની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ માલવણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ જાેવા મળ્યા હતા.
મૃતકના નામઃ ૧) ભાણજીભાઇ પટેલ, (નડીયાદ). ૨) દેવજીભાઇ પચાણ પટેલ, (કલોલ). અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોના નામ ૧) રમેશ હરીભાઇ પટેલ ૨) જેઠાભાઇ નારાણભાઇ પટેલ ૩) અરજણભાઇ ભાણજીભાઇ પટેલ.નો સમાવેશ થાય છે.
બે દિવસ પહેલા એટલે કે રવિવારની રાત્રે લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં કટારીયા ગામ પાસે ઇકો કાર અને ખાનગી લકઝરી વચ્ચે અકસ્માતમાં ચાર વ્યકિતના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. અકસ્મતામાં અન્ય બે વ્યકિતને ઈજાઓ પહોંચતા ૧૦૮ દ્વારા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાહતા.

Related posts

ગુજરાતમાં સુરસાગરને શોભાવતી વડોદરાની સર્વેશ્‍વર શિવની પ્રતિમા બેનમૂન છે : નાયબ મુખ્‍યમંત્રીશ્રી

aapnugujarat

પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જનવેદના આંદોલનની સમીક્ષા બેઠક મળી

aapnugujarat

गुजरात में दलितों, आदिवासियों पर हो रहे अत्याचार को लेकर बनाई जाएगी स्‍पेशल कोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1