Aapnu Gujarat
ગુજરાત

શ્રી.વી.આઈ પટેલ ઉચ્ચતર વિભાગ થુવાવી ગામે લોક જાગૃતિ અભિયાન યોજાયું

આજરોજ ડભોઈ તાલુકાની શ્રી.થુવાવી વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી.વી.આઈ. પટેલ ઉચ્ચતર વિભાગ થુવાવી ગામ ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગુજરાત સરકાર પ્રેરિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા દ્વારા આયોજિત એલ.એન્ડ.ટી ચિથોડા લિમિટેડ વડોદરા પ્રયોજિત દ્વારા હાલની કોવિડ-૧૯ ની મહામારીને ધ્યાનમાં રાખી લોક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. હાલમાં ગામડાઓમાં કોરોનાએ પગપસેરો વધારતા ગામડાઓમાં પણ કોરોના કેસોના આંકડા વધી રહ્યા છે તેને ધ્યાને લઈ આ કાર્યક્રમના ભાગ રૂપે કોરોના વાયરસના ચેપ સામે કેવી રીતે બચવું તથા હવે પછીની આપણી જીવનશૈલી કેવી હોવી જોઈએ તેની માહિતી આપતા પોસ્ટર પ્રદર્શન,પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન તથા ફિલ્મો દ્વારા ગામના ૫૦ ઉપરાંત માણસોને ગામડાઓમાં કોવિડ-૧૯ નિવારવા અને સંભાળ અંગે અવગત કરાયા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હાલની કોરોનાની મહામારીમાં સ્વયં રક્ષણ માટે લેવાતા જરૂરી પગલાંઓ વૈજ્ઞાનિક જીવનશૈલી વિશે દૃષ્ટિકોણ અંગે તથા ઉમદા આશય થઈ સદર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી.થુવાવી વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા કાર્યક્રમમાં પધારેલ મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સાથે સાથે કેળવણી મંડળના પ્રમુખ શ્રી.અરવિંદભાઈ સી.પટેલ તથા શાળાના આચાર્ય ડૉ. દિવ્યા.જે.ઠાકર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રના કન્વીનર શ્રી.દિનેશભાઇ ગાંધી તથા તમામ આવેલ મહેમાનશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

વડોદરા તાલુકાના સોખડા ગામે  મહિલાઓને સુમાહિતગાર કરવા કાયદાકીય જાગૃતિ શિબિર યોજાશે

aapnugujarat

HSRP લગાવવાની મુદત ૩૧જાન્યુઆરી સુધી વધી

aapnugujarat

રતનપુર અને લાંબડીયા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1