Aapnu Gujarat
ગુજરાત

વડોદરા તાલુકાના સોખડા ગામે  મહિલાઓને સુમાહિતગાર કરવા કાયદાકીય જાગૃતિ શિબિર યોજાશે

ગુજરાત રાજય મહિલા આયોગ માહિતી અને જાણકારીને માધ્‍યમ બનાવીને મહિલાઓના સશકિતકરણની પ્રવૃત્‍તિઓ કરે છે. તેના દ્વારા વડોદરા જિલ્‍લા પંચાયતના સહયોગથી મહિલા સમુદાયને સુમાહિતગાર કરવા કાયદાકીય જાગૃતિ શિબિરનું શુક્રવાર તા. ૨૬/૦૫/૨૦૧૭ના રોજ વડોદરા તાલુકાના સોખડા ગામે  જગાજી   મંદિર હોલમાં આયોજન કરવામાં આવ્‍યું છે. આયોગ અધ્‍યક્ષ લીલાબેન અંકોલીયા સવારના ૧૦/૩૦ કલાકે તેનો શુભારંભ કરાવશે. આ શિબિરમાં મહિલાઓના હકક અને હિતોનું રક્ષણ કરતા કાયદાઓ અને જોગવાઇનું માર્ગદર્શન અધ્‍યક્ષા તેમજ જિલ્‍લા કલેકટર પી.ભારથી, જિલ્‍લા વિકાસ અધિકારી સૌરભ પારઘી, આયોગના અધિક કલેકટર વિણા પટેલ, જિલ્‍લા પંચાયત અધ્‍યક્ષ ઘનશ્‍યામ પટેલ અને મહાનુભાવો આપશે.

Related posts

પ્રોપર્ટી ટેકસ નહી ભરનારાની ૬૮૦૦થી વધુ મિલકતો સીલ

aapnugujarat

અમદાવાદમાં હેબતપુર વિસ્તારમાં લૂંટના ઈરાદે વૃધ્ધદંપત્તીની ઘાતકી હત્યા

editor

शहर में बिजली के क़ड़ाको के साथ बारिशः कई जगह पानी भरे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1