Aapnu Gujarat
ગુજરાત

રતનપુર અને લાંબડીયા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં સેવાસેતુના પાંચમા તબક્કામાં શનિવારે ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠાના અંતરીયાળ તાલુકા ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ગામે અને પોશીના તાલુકાના લાંબડીયા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ગામનાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ ઘર આંગણે સરકારની વિવિધ યોજનાઓના લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં આવક, ક્રિમીલેયર, આધારકાર્ડ, મહેસુલ વિભાગની સેવાઓ, રેશન કાર્ડની અરજી, મા અમૃતમ યોજના તથા મા વાત્સલ્ય યોજના,વિધવા સહાય, બેંકની યોજના, યુ.જી.વી.સી.એલ.ની યોજનાઓ વગેરેને લગતી સેવાઓનો લાભ મોટી સંખ્યામાં ગ્રામજનોએ લીધો હતો. રતનપુર અને લાંબડીયા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં નાના બાળકોના આધારકાર્ડ માટે મોટી સંખ્યામાં નાના બાળકોને લઈ વાલીઓ ઉપસ્થિત રહ્યા અને બાળકોના આધારકાર્ડ મેળવ્યા હતા. સમગ્ર રાજ્યમાં સેવાસેતુ કાર્યક્ર્‌મનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર સેવાસેતુના માધ્યમથી નાગરિકોને ઘેર બેઠા સરકારી યોજનાઓના લાભો આપી વહીવટમાં પારદર્શિતા લાવવાની સાથે અનેક ગરીબ લોકોના ચહેરા પર ખુશી લાવવાનું કામ આ સેવાસેતુ કાર્યક્રમ થકી કરી રહી છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

૨૦૨૨ સુધી ખેડૂતની આવક બમણી થશે : મોદીની ખાતરી

aapnugujarat

ઓપરેશનના દાવાની બાકી રકમ ગ્રાહક ફોરમે અપાવી

aapnugujarat

એલજી હોસ્પિટલમાંથી માસુમ બાળક રહસ્યમયરીતે લાપત્તા થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1