Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર પાલિકા દ્વારા શહેરમાં દવાનો છંટકાવ કરાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં સહકારી જીન પાસેની સોસાયટીઓમાં અંદાજે છ જેટલા ડેન્ગ્યુના કેસો નોંધાયા છે જેને લઇ નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે શહેરના સહકારી જીન વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં ડેન્ગ્યુ અટકાવવા દવાનો છંટકાવ કરાવામાં આવ્યો હતો અને સોસાયટીમાં દરેકના મકાનોમાં સર્વે કરવામાં આવ્યો હતો જેમાં પાલિકાની ટીમ દ્વારા પોતાના મકાનમાં પાણીના કુંડા ખાલી કરવામાં આવ્યા હતા, અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં જરૂરી દવા નાંખવામાં આવી હતી. પાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરી પીવાના પાણીની લાઇનોની પણ તપાસ કરવામાં આવી હતી. હાલમાં દરેક જગ્યાએ ડેન્ગ્યુએ જોર પકડ્યું છે ત્યારે હિંમતનગર નગરપાલિકા અને આરોગ્ય ટીમ દ્વારા આગામી સમયમાં પણ જો આ જ રીતની કામગીરી કરવામાં આવશે તો ડેન્ગ્યુના રોગો પર અંકુશ મૂકી શકાશે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

અમદાવાદમાં પણ ૭૦૦થી વધુ ડોકટરની સાયકલ રેલી

aapnugujarat

કોંગ્રેસને ફટકો : એકલા હાથે ચૂંટણી લડવા એનસીપી તૈયાર

aapnugujarat

વિશ્વ યોગ દિનની ઉજવણીમાં દિવ્યાંગો યોગા કરીને છવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1