Aapnu Gujarat
ગુજરાત

કટોસણ સ્ટેટના યુવરાજ ધર્મપાલસિંહજીનો રાજ્યાભિષેક યોજાયો

કટોસણ સ્ટેના રાજવી સુરેન્દ્રસિંહજી ઝાલાનું અકસ્માતે નિધન થતા તેમના યુવરાજ શ્રી નેક નામદાર ઠાકોર સાહેબ શ્રી ધર્મપાલસિંહજી સુરેન્દ્રસિંહજી ઝાલાનો રાજવી પરંપરા અનુસાર રાજ્યસાભિષેક શનિવારનાં રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે કટોસણ દરબારગઢ (કિર્તીગઢ) મુકામે કરવામાં યોજાયો હતો. આ પ્રસંગે બરોડા સ્ટેટ રાજવી જીતેન્દ્રસિંહ ગાયકવાડ, ચુડા સ્ટેટ કુમાર શ્રી પૂરણસિંહજી ઝાલા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના ઉપ પ્રમુખ શ્રી ગણપતસિંહજી ભીમસિંહજી ઝાલા, ડૉ. રાજેન્દ્રસિંહ ઝાલા, જનકસિંહજી ઝાલા, કુમાર શ્રી ભુપેન્દ્રસિંહ સોલંકી ઉદયપુર, આબલિયારા સ્ટેટ ઠાકોર સાહેબ કામલરાજસિંહ ચૌહાણ, સાથંબા ઠાકોર સાહેબ શ્રી હરિશ્ચંદ્રસિંહજી સોલંકી, ઇલોલ ઠાકોર સાહેબ શ્રી રાજદીપસિંહજી, કડોલી ઠાકોર સાહેબ શ્રી કનકસિંહજી, હિરપુર ઠાકોર સાહેબ શ્રી કુલદીપસિંહજી,કુમારશ્રી અજયપાલસિંહ વાઘેલા ભીમોસરા,પૃથ્વીરાજસિંહ ચડાસના, રામપુરા કુમાર શ્રી ગિરિવારસિંહ, ધનસુરા યુવરાજસિંહ મહેન્દ્રસિંહ, ડેધરોતા ઠાકોર સાહેબ વિક્રમસિંહ, વિરભદ્રસિંહ સવાજસિંહ જાડેજા ઉપપ્રમુખ રાજપૂત કરણી સેના ગુજરાત, ભરતભાઈ કાઠી અધ્યક્ષ મધ્ય ગુજરાત કરણી સેના, ગુજરાત પ્રખ્યાત હાસ્ય કલાકાર દિગુભા ચુડાસમા, માળીયામિયાના કુંવર હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, ઝાલા વંશ વારીધીના લેખક ઇન્દ્રવીવિજયસિંહ ઝાલા, ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કટોસણ સ્ટેટ ની રાજપરિવાર ની પરંપરા સારી રીતે જળવાઈ રહે તે માટે તમામ રાજવી પરિવારે શુભકામનાઓ પાઠવી હતી.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે પાટોત્સવનું કરાયેલુ સમાપન

aapnugujarat

Make those not wearing face masks to perform community services at Covid care centres for 15 days: Gujarat HC

editor

अहमदाबाद शहर में सात वर्ष में विभिन्न क्षेत्रों में रास्तों के रिसरफेसिंग पीछे १००० करोड़ का खर्च

aapnugujarat

Leave a Comment

UA-96247877-1