Aapnu Gujarat
ગુજરાત

હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે પાટોત્સવનું કરાયેલુ સમાપન

ભગવાન શ્રી શ્રી રાધા માધવના હરે કૃષ્ણ મંદિર,ભાડજમાં ઉજવાઈ રહેલ ચતુર્થ પાટોત્સવ ઉજવણીના અંતિમ દિવસે આજે હજારો શ્રદ્ધાળુ ભકતો મંદિર પ્રાંગણમાં ઉમટી પડયા હતા અને શ્રી રાધા માધવની ભકિતમાં રસતરબોળ બન્યા હતા. હરે કૃષ્ણ મંદિર,ભાડજ ખાતે આજે હજારો શ્રધ્ધાળુઓ અને ભાવિકો (યાત્રાળુઓ) ગુજરાત સહિત દેશના અન્ય રાજયોમાંથી પણ ઉમટી પડયા હતા. શ્રી શ્રી રાધા માધવ પાટોત્સવ ઉજવણી દરમ્યાન આજે શ્રી રાધા માધવની સ્વર્ણ રથ સવારી, શ્રી પાટોત્સવ યજ્ઞ, શ્રી રાધા માધવ રથ, પાલકી ઉત્સવ, હિંડોળા ઉત્સવ, કિર્તન મેળો સહિતના આકર્ષણો અને ધાર્મિક કાર્યક્રમોએ ભકતોના ઉત્સાહમાં જોરદાર વધારો કર્યો હતો. સમગ્ર મંદિરને તાજા અને સુંગધીદાર પુષ્પો અને ઝળહળતી આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આ ઉત્સવ ભગવાન શ્રી શ્રી રાધા માધવના હરે કૃષ્ણ મંદિર,ભાડજમાં થયેલ સ્થાપનને ચાર વર્ષ પૂર્ણ થતા આ નિમિત્તે ઉજવાતો ઉત્સવ છે. ચતુર્થ પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ભગવાન શ્રી રાધામાધવને દક્ષિણ ભારત શૈલીમાં પરંપરાગત ભરતનાટયમ વસ્ત્રોથી ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. ભગવાનશ્રી ને શણગારવામાં માટે વિશેષ પુષ્પો દક્ષિણભારતથી મંગાવવામાં આવ્યા હતા. પાટોત્સવ ઉજવણીના આજે અંતિમ દિવસે રંગીન પુષ્પોથી સુશોભિત સુંદર સ્વર્ણરથમાં શ્રી શ્રી રાધા માધવને શાનદાર સવારી કરાવવામાં આવી હતી. બધા જ ભક્તો ભગવાનશ્રીને શણગારવામાં આવેલ ઝવેરાતની ઉગતા સૂરજ જેવી તેજસ્વી ચમક જોઈ રોમાંચિત થયા હતા. ભકતો નાચ-ગાન સાથે ઝૂમી ઉઠયા હતા, જયારે રથને ખેંચતા પૂર્વે તેની આરતી ઉતારવામાં આવી. સ્વર્ણરથ બાદ, હિંડોળાની સેવારૂપે ભગવાનશ્રીને ભવ્ય સુંગધીદાર પુષ્પો થી સુશોભિત હિંડાળોમાં ઝુલાવવામાં આવ્યા હતા. ઉત્સવમાં હાજર દરેક શ્રધ્ધાળુને ભગવાનને ઝૂલાવવાની તક મળી હતી. આ કાર્યક્રમ માટે ખાસ રીતે રથ બનાવવામાં આવ્યો છે અને દર વર્ષે વાર્ષિક પાટોત્સવની ઉજવણી દરમિયાન ઉપયોગ કરવામાં આવે છે. આશરે ૨૦ હજાર કરતા પણ વધુ ભક્તો ભગવાનશ્રીના દર્શનનો લાભ લેવા એકઠા થયા હતા અને રથને ખેંચવાની તક ઝડપી હતી. વિવિધ જાતના ખાસ રીતે બનાવેલ પ્રસાદને રથયાત્રા દરમ્યાન ભક્તોમાં વહેંચવામાં આવ્યા હતા. હરે કૃષ્ણ મંદિર,ભાડજના ભક્તો દ્વારા રથયાત્રાની સાથોસાથ અતિઆનંદાયક હરિનામ સંકિર્તન કરવામાં આવ્યુ હતું. ચતુર્થ પાટોત્સવ ઉજવણીને લઇ હજારો શ્રધ્ધાળુ ભકતોમાં જાણે શ્રી રાધા માધવ ભકિતનો માહોલ છવાયો હતો અને ભકિતરસમાં તરબોળ થઇ ધન્યતા અનુભવી હતી.

Related posts

राहुल गांधी ने किए जगन्नाथ मंदिर में दर्शन

aapnugujarat

પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ અહેમદ પટેલને શ્રધ્ધાંજલિ આપી

editor

કુબેરનગરથી ૧૪ મહિલા જુગાર રમતી ઝડપાઇ ગઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1