Aapnu Gujarat
ગુજરાત

પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ અહેમદ પટેલને શ્રધ્ધાંજલિ આપી

પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ અહેમદભાઈ પટેલના નિધનના સમાચારથી વ્યતિત થઈને તેમને દુઃખની લાગણી અનુભવી છે. તેમણે જણાવ્યું છે કે, શ્રી અહેમદભાઈ સ્વભાવે અત્યંત સરળ, મૃદુભાષી, સાદગીભર્યું જીવન અને દરેકની સાથે તેમનો આત્મીયતાભર્યો વ્યવહાર ભૂલી શકાય એમ નથી. તેમનો દિલ્હીમાં વ્યારામૂર્તિ સામે આવેલ તત્કાલીન નિવાસ સ્થાનમાં તેઓ રહેતા હતાં અને જે કોઈ તેમને મળવા આવે એમને એક અલગ રૂમ બનાવ્યો હતો તેમાં તેઓ આવકારતા અને શાંતિથી તેઓ જવાબ આપતા. ગુજરાતના લોકોને જ્યારે મળવું હોય તો તેમનો એક જ સમય નિશ્ચિત હતો અને તે મોડી રાત્રિ. મોટાભાગના કોંગ્રેસના આગેવાનો સાંજની ફ્લાઈટમાં અમદાવાદથી આવે અને એ જ રાત્રે મળીને મોડી રાત્રે અમદાવાદ પરત આવી જતા, જ્યારે પણ હું તેમને સેન્ટ્રલ હોલમાં જોતો ત્યારે તેઓને મળવા માટે દરેક પાર્ટીના લોકો તેમની પાસે જઈને નમસ્કાર કરતાં. કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ તેમને મળવાની હંમેશા અપેક્ષા રાખતા અને તેમની આજુબાજુ સાંસદો ઘેરીને બેસતા. અહેમદભાઈની એક વિશેષતા હતી કે, જે કોઈપણ જોડે બેસવા આવે ત્યારે તેઓ પ્રથમ પૂછતા જ્યુસ પીશો કે નાસ્તો કરશો કેમ કે સેન્ટ્રલ હોલમાં આ બધું સરળતાથી મળી રહેતું. આવા સરળ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થવાના કારણે આજે આપણી વચ્ચે નથી રહ્યાં.


બીજી એક ઘટનાનો ઉલ્લેખ કરવો એટલા માટે જરૂરી છે કે તેમની સહૃદયતા આપણી સમક્ષ તરી આવે છે. પૂર્વ સાંસદ પ્રવિણ રાષ્ટ્રપાલજીનું મૃત્યુ દિલ્હી ખાતે તેમના નિવાસ સ્થાને થયું ત્યારે હું પણ દિલ્હીમાં હાજર હતો. તાત્કાલિક અહેમદ પટેલ પ્રવિણ રાષ્ટ્રપાલના નિવાસ સ્થાને પહોંચી ગયા હતાં અને તે વખતે સાંસદ રાજુ પરમાર પણ ત્યાં ઉપસ્થિત હતાં. અહેમદભાઈએ તરત સૂચના આપી કે શબવાહિનીની વ્યવસ્થા કરો અને પ્રવિણભાઈના પાર્થિવ દેહને તેમના અમદાવાદના નિવાસ સ્થાને તમે સાથે રહીને પહોંચાડો. આવી ચિંતા આજના સમયમાં કરે એવા બહુ ઓછા લોકો હોય છે ત્યારે એક સજ્જન માણસની ગુજરાતને ખોટ પડી છે. એ કદાપિ પણ ભૂલી શકાય તેમ નથી. અને મને તો હંમેશા શું રતિભાઈ શું ચાલે છે તેમ કહીને આવકારતા. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે અને તેમના પરિવાર ઉપર આવી પડેલી આફતને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના એમ શ્રી વર્માએ જણાવ્યું હતું.

Related posts

મરડેશ્વર મંદિર ખાતે શ્રીરામ મંદિર નિધી સર્મપણ અભિયાન હેઠળ બેઠક યોજાઈ

editor

ચાલુ મહિનાના અંત સુધીમાં વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન

aapnugujarat

વાતાવરણમાં પલટો આવ્યા બાદ પહેલીથી મ્યુનિ. દ્વારા કંટ્રોલરૂમની કામગીરી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1