Aapnu Gujarat
ગુજરાત

ભાજપનો ખેતી અને ખેડૂત વિરોધી ચહેરો ખૂલ્લો પડી ગયો : અમિત ચાવડા

૮ ડિસેમ્બરે કૃષિ બિલના કાળા કાયદા સામે ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યુ છે. ભારત બંધના એલાનનું ગુજરાત કોંગ્રેસે સમર્થન કર્યુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરી મુખ્યમંત્રી વિજય રૂપાણી પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યુ કે, ભાજપનો ખેતી અને ખેડૂત વિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો છે.
અમિત ચાવડાએ કહ્યુ કે, “દેશમાં ભાજપની સરકાર દ્વારા કાળો કાયદો અમલમાં લાવ્યા તેના કારણે આખા દેશમાં ખેડૂતોમાં આક્રોશ છે. ભાજપનો ખેતી અને ખેડૂત વિરોધી ચહેરો ખુલ્લો પડ્યો છે. મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ કરી તે દિલ્હીમાંથી હિન્દીમાં આવેલુ ગુજરાતી અનુવાદ છે, ગુજરાતીમાં નકલ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ સાબિત કર્યુ કે ગુજરાત માટે તેમના અલગ વિચાર નથી, ગુજરાતના ખેડૂતો માટે કોઇ નીતિ નથી. દિલ્હીની જેમ ગુજરાતની પણ ખેડૂત વિરોધી સરકાર છે. દિલ્હીની સ્ક્રિપ્ટનું અનુવાદ કરી પ્રેસ કરે તેનો સ્પષ્ટ મતલબ છે કે દિલ્હીના રીમોટ કંટ્રોલથી ગુજરાતના મુખ્યમંત્રી કામ કરે છે.”
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષે કહ્યુ, “તમામ સંગઠનો ભેગા થતા સરકાર ફફડી ગઇ હોય તેમ લાગી રહ્યુ છે. મુખ્યમંત્રી પ્રેસના માધ્યમથી પોલીસનો ડર બતાવી લોકોને ધમકાવવાનો પ્રયાસ કરે છે, ગાંધીના ગુજરાતમાં આ ભૂમિકા સ્વીકાર્ય ના હોય, આ આંદોલન દેશના ખેડૂતોને વાંચા આપનારૂ આંદોલન છે. દેશના વિવિધ સંગઠનો દ્વારા આંદોલન અમલમાં મુકવામાં આવ્યુ છે. ૮ ડિસેમ્બરે ભારત બંધનું એલાન ખેડૂત સંગઠનોએ આપ્યુ છે. ખેડૂતોના હક અધિકારની આ લડાઇ છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળ અને તમામ વર્ગના લોકોએ સમર્થન આપ્યુ છે.

Related posts

રિક્ષાચાલકની ઈમાનદારી

aapnugujarat

ગરમી વચ્ચે પાણીજન્ય રોગના કેસોમાં થયેલો નોંધપાત્ર વધારો

aapnugujarat

દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1