Aapnu Gujarat
ગુજરાત

ગરમી વચ્ચે પાણીજન્ય રોગના કેસોમાં થયેલો નોંધપાત્ર વધારો

વધતી જતી ગરમી વચ્ચે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી હોવા છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નવા નવા સપાટી પર આવી રહ્યા છે. એપ્રિલ મહિનામાં જ ઝાડા ઉલ્ટીના સેંકડો કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તંત્રના પગલા બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે. પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના માત્ર ૨૧ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૫૯૬, કમળાના ૧૫૯, ટાઇફોઇડના ૧૮૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. એપ્રિલ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૮ કેસ સપાટી ઉપર આવ્યા હતા. એપ્રિલ મહિનામાં ઝાડા ઉલ્ટીના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કમળાના કેસો પર એપ્રિલ ૨૦૧૭ની સરખામણીમાં ઓછા નોંધાયા હોવા છતાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના ૨૧ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૧૬૪ કેસ સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૧૫ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૧૦ મામલા સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના ૩ કેસ નોંધાયા છે. એપ્રિલ ૨૦૧૭ સાવચેતીના દરમિયાન લેવામાં આવેલા ૫૮૨૫૩ લોહીના નમૂના સામે વર્ષ ૨૦૧૮માં ૨૧મી એપ્રિલ સુધીમાં ૬૦૭૭૯ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી કુલ વર્ષ ૨૦૧૭ દરમિયાન ૧૭૪૯ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર થયા હતા. માર્ચ ૨૦૧૮માં ૧૭૫ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૪ અપ્રમાણિત જાહેર થયા હતા અને ૧૬૧ નમૂના પ્રમાણિત જાહેર થયા હતા આવી જ રીતે ૨૧મી એપ્રિલ ૨૦૧૮ સુધીમાં ૧૦૧ અલગ અલગ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ચાર નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. ૪૦ નમૂના પ્રમાણિત જાહેર થયા છે અને ૫૭ નમૂના તપાસવાના બાકી છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે.

Related posts

પંચમહાલના નવનિયુક્ત કલેક્ટર સુજલ મયાત્રાએ પદ ગ્રહણ કર્યું

editor

અલ્પેશ ઠાકોરનું આખરે કોંગીમાંથી રાજીનામું

aapnugujarat

દિલ્હીમાં રિપબ્લિક ડે પરેડનું નેતૃત્વ કરશે વડોદરાના આર્મી ઓફિસર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1