Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને તાનાશાહ કિમ જોંગ ઉનને વેક્સિન આપી હોવાનો અમેરિકાનો દાવો

ચીનએ ઉત્તર કોરિયાની સાથે પોતાની મિત્રતા નિભાવતા તાનાશાહ કિમ જોંગ ઉન અને તેના આખા પરિવારને પોતાના એક્સપેરિમેંટલ કોરોના વાયરસ રસી આપી છે. અમેરિકાના એનાલિસ્ટે મંગળવારના રોજ પોતાને ઇન્ટેલિજન્સ સૂત્રોના હવાલે આ દાવો કરાયો છે. સેન્ટર ફોર ધ નેશનલ ઇંટ્રેસ્ટના ઉત્તર કોરિયન એક્સપર્ટ હૈરી કાઝિયાનિસે દાવો કર્યો છે કે કિમની સાથો-સાથ ઉત્તર કોરિયાના કેટલાંય અધિકારીઓને રસી અપાઇ છે.
હેરીના મતે કોરિયાને ચીને પોતાના એક્સપેરિમેંટલ વેક્સીનોમાંથી એક આપી છે. હજુ એ ખબર નથી પડી કે કંઇ રસી અપાઇ છે અને તે સુરક્ષિત છે કે નહીં. હેરીએ એક ઓનલાઇન આર્ટિકલમાં દાવો કર્યો છે કે કિમ જોંગ ઉન અને કેટલાંય હાઇ-રેન્કિંગ અધિકારીઓને છેલ્લાં બે-ત્રણ સપ્તાહમાં ચીની સરકારની રસી આપવામાં આવી છે.
અમેરિકાના મેડિકલ સાયન્ટિસ્ટ પીટર જે હોટેજ એ કહ્યું કે કમ સે કમ ત્રણ ચીની કંપનીઓ કોરોના વાયરસ રસી પર કામ કરી રહી છે જેમાં સિનોવેક બાયોટેક લિ., કેનસિનોબાયો અને સિનોફાર્મ ગ્રૂપ સામેલ છે. સિનોફાર્મનું કહેવું છે કે તેની રસીને ચીનમાં ૧૦ લાખ લોકો ઉપયોગ કરી ચૂકયા છે. જો કે ત્રણમાંથી કોઇએ ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલનો ડેટા રિલીઝ કર્યો નથી.
ઉત્તર કોરિયાએ પોતાને ત્યાં કોરોના વાયરસનો કોઇ કેસ કન્ફર્મ કર્યો નથી પરંતુ દક્ષિણ કોરિયાના નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસે કહ્યું છે કે એ વાતને નકારી શકાય નહીં કે ત્યાં પણ મહામારી ફેલાઇ છે. ઉત્તર કોરિયામાં ચીનની સાથે વેપાર ચાલી રહ્યો છે જ્યાંથી મહામારી ફેલાવાનું શરૂ થયું હતું.

Related posts

उ.कोरिया : आम चुनाव में किम जोंग उन को मिले 99.98 प्रतिशत वोट

aapnugujarat

પાક સરકાર-સેના ભારત સાથે સારા સંબંધ ઇચ્છે છે : ઈમરાન

aapnugujarat

Troops from Iraq and Afghanistan to be withdrawl soon : US govt

editor

Leave a Comment

UA-96247877-1