Aapnu Gujarat
Uncategorized

જામનગરના લાલપુરમાં જૂથ અથડામણ બાદ ફાયરિંગ, ૫ને ઈજા

જામનગર લાલપુરમાં ઉગમણા ઝાપા વિસ્તારમાં શનિવારે સાંજે જુની અદાવતના બે જુથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી સર્જાઇ હતી જેમાં તિક્ષ્ણ હથિયાર વડે સામસામા હુમલા થયા હતા જેમાં પાંચેક લોકોને ઇજા પહોચી હતી જે પૈકી બે ગંભીર ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થે જામનગરમાં ખસેડાયા છે. આ વેળાએ એક જુથ દ્વારા હવામાં ફાયરીંગ પણ કરાયાનુ જાણવા મળ્યુ છે.જાણવા મળતી વિગત મુજબ લાલપુરમાં ઉગમણા ઝાપા વિસ્તારમાં રહેતા ઓસમાણભાઇ ઇશાકભાઇ અને તેના જુથ દ્વારા ગુલમામદ જુસબભાઇ અખાણીના પરીવાર પર હુમલો કરાયો હતો જેમાં બંને પક્ષો તલવાર જેવા તિક્ષ્ણ હથિયારો સાથે સામસામે આવી જતા પાંચ લોકોને નાની મોટી ઇજા પહોચી હતી જેમાં બે ગંભીર ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઇજાગ્રસ્તોમાં ગુલમામદ અખાણી (ઉ.વ.૫૦), સબીર હુશેન અખાણી (ઉ.વ.૩૨) અને આમદ જુસબ અખાણી (ઉ.વ.૪૫)નો સમાવેશ થતો હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.“આ ઘટના વેળાએ સામાવાળા જૂથ દ્વારા ખાનગી હથિયાર વડે હવામાં ફાયરીંગ પણ કરવામાં આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.જોકે, આ બનાવ મામલે સામસામી ફરીયાદ માટે તજવિજ હાથ ધરાઇ છે. લગભગ બે માસ પુર્વે સર્જાયેલી તકરારની અદાવત રાખી આ બબાલ સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. બનાવના પગલે ડીવાયએસપી કૃણાલ દેસાઇ, પીએસઆઇ બી.એસ.વાળા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે – ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ બીજેપી જાડાય તેવી શક્યતા

aapnugujarat

અમદાવાદમા સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત છત્રીનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

editor

ટીવી, એસી અને ફ્રીજ ઉપર હાલ લોકોને બંપર છુટછાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1