Aapnu Gujarat
ગુજરાત

શહેરા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અનોખો પ્રયોગ

શહેરા મામલતદાર કચેરી દ્વારા મતદાર યાદીમાં લોકો પોતાનું નામ રહી ના જાય તે હેતુથી એક ઝુંબેશના ભાગરૂપે લોક કલાકારોની મદદથી મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં ભવાઇ કળા દ્વારા રંગલો – રંગલીના પાત્રો તેમજ લોક કલાકારો થકી શહેરા નગર તેમજ ગ્રામીણ વિસ્તારના લોકોને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવાની, ભૂલચુક હોય તો સુધારવાની,નવા નામોની નોંધણી કરવાની સહિતના કામગીરી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. દેશમાં યોજાતી વિવિધ ચુંટણીઓમાં મતદાન કરવું એ આપણી ફરજ છે તેનાથી આપણે લોકશાહીનાં પાયાને મજબુત કરી શકીએ છે પણ તેના માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. પંચમહાલ જીલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ૯-૧૧-૨૦ થી૧૫-૧૨-૨૦ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. લોકોમાં મતદાનને લઇને વધુમાં વધુ જાગૃતિ આવે તે હેતુથી શહેરા મામલતદાર કચેરી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામા આવ્યો છે જેમા લોક કલાકારો થકી જાગૃતિ આવે તે હેતુથી ભવાઈનો કાર્યક્રમ બતાવીને મતદાર યાદીમાં નામ નોંધણી કરવા માટે અનુરોધ કરવામા આવ્યો હતોે. લોક કલાકાર જગદીશ બારોટ અને તેમની ટીમ દ્વારા મતદાનમાં નામ નોંધણીના મહત્વને સમજાવવામાં આવ્યું હતું. શહેરા ખાતે આવેલ પોલીસ ચોકી પાસે ભવાઇ દ્વારા લોકોને મતદાન નામ નોંધણીના મહત્વને સમજાવામાં આવ્યું હતું. રંગલો – રંગલીના વેશે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. બજારમાં આવેલાં લોકોએ પણ રંગલા – રંગલીના કાર્યક્રમને માણ્યો હતો.
(તસવીર / હેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

ધરોઈ ડેમ હજુ ખાલી

aapnugujarat

ગૌહત્યા મામલે કોંગ્રેસ-ભાજપ વચ્ચે મારામારી, કોંગ્રેસ પ્રમુખનો શર્ટ ફાટ્યો

aapnugujarat

ધ્રાંગધ્રા આર્યસમાજ ખાતે યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1