Aapnu Gujarat
ગુજરાત

થુવાવી – રાજલી ગામની નજીક અકસ્માત : કાર ખાડામાં ખાબકી

ડભોઈ વડોદરા રોડ પર વારંવાર સર્જાતા ગોઝારા અકસ્માતના પગલે ગત રોજ બપોરના ૦૪ઃ૩૦ વાગ્યાની આસપાસ ડભોઈ વડોદરા ઘોરી માર્ગ પર થુવાવી અને રાજલી ગામની વચ્ચે પેટ્રોલ પમ્પ પાસે મહારાષ્ટ્રની એસટી બસના ચાલકે કારને પાછળથી ટક્કર મારતા કાર રોડની બાજુમાં આવેલ ખાડામાં ખાબકી હતી. અકસ્માતને નજરે જોનાર સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડભોઈ તરફથી વડોદરા જતી કાળા કલરની હોન્ડાઈ એસન્ટ કાર નં-જી.જે.૦૧-કેબી-૯૪૬૯ ને થુવાવી નજીક પેટ્રોલ પમ્પ પાસે પાછળથી માતેલા સાંઢ જેવી આવતી મહારાષ્ટ્રની એસટી બસના ચાલક ગફલત ભરી અને પુર ઝડપે હંકારી આવતા આગળ ચાલતી કારને ભયંકર રીતે ટક્કર મારતા કાર રોડની બાજુમાં આવેલ વરસાદી કાંસમાં ખાબકી હતી.
બસ દ્વારા એટલી હદે ધડાકાભેર ટક્કર મારતા વડોદરા જતી કારની દિશા બદલાઈ ડભોઈ તરફ થવા પામી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ કારમાં સવાર એક યુવતીને પગે ફ્રેકચર થયું છે. બીજી યુવતીને ગંભીર ઈજા પહોંચી છે, એક બાળકી અને કારચાલકનો આબાદ બચાવ થયો હતો અને કારને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું. અકસ્માત નજરે જોનાર અને આવતા જતા વાહનચાલકો ઇજાગ્રસ્તોને વહારે મદદમાં આવી ગાડીમાંથી બહાર કાઢ્યા હતા. સાથે૧૦૮ને ફોન કરી બોલાવી ઇજાગ્રસ્તોને વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

કોંગ્રેસ પાટીદારોને ૨૦ ટકા અનામત આપવા તૈયાર

aapnugujarat

ભાવનગરમા મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગી પૂર્વક ઈદની ઉજવણી

editor

ક્રિશ્ચિયન પતિનું હિન્દુ પત્ની પર ધર્મ બદલવા અત્યાચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1