Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસ પાટીદારોને ૨૦ ટકા અનામત આપવા તૈયાર

મહારાષ્ટ્રની ભાજપ સરકારે મરાઠાઓને સોળ ટકા અનામત આપતા ગુજરાતની રૂપાણી સરકાર પર દબાણ વધી જવા પામ્યું છે અને આ મામલે હવે પાટીદારોએ પણ પોતાની અનામતની માંગ વધારે બુલંદ બનાવી છે જે મામલે કોંગ્રેસે નિવેદન કરતા જણાવ્યું હતુ કે તેઓ પાટીદારોને વીસ ટકા અનામત આપવા તૈયાર છે.
પાટીદાર અનામત મુદ્દે રાજનીતિ ગરમાઈ છે ત્યારે કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે કોંગ્રેસ હાલની અનામત વ્યવસ્થાને નુકસાન કર્યા વગર ૨૦ ટકા અનામત આપવા કોંગ્રેસ તૈયાર છે.
સરકારે ૪૯ ટકા અનામતમાં ફેરફાર વગર પાટીદારોને અનામત આપવું જોઈએ. ત્યારે આ મામલે ભાજપ નેતા વરૂણ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, મહારાષ્ટ્રમાં જે પેટર્નટથી અનામત આપવામાં આવી રહી છે. તેનો રાજ્ય સરકાર અભ્યાસ કરી રહી છે. મહારાષ્ટ્રમાં આપવામાં આવેલી અનામત બંધારણીય રીતે ટકશે તો ગુજરાતમાં પણ પાટીદારોને અનામત આપવામાં આવશે.મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અનામત મળતા પાટીદારોએ અનામતની માંગ બુલંદ કરી છે. પાસ નેતા હાર્દિક પટેલે પાટણના સંખારી ગામે એક કાર્યક્રમમાં હાજરી આપી સરકાર પાસે પાટીદારોને અનામત આપવા માગ કરી હતી.

Related posts

અમિત શાહ સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસ દ્વારા ફરિયાદ

aapnugujarat

બીટકોઈન કેસ : નલિન કોટડિયાની ધરપકડ માટે કોર્ટમાં કરાયેલ અરજી

aapnugujarat

બોપલમાં પતિ,પત્ની અને વો કેસ પોલીસ સ્ટેશને પહોંચ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1