Aapnu Gujarat
ગુજરાત

તલાટીની ૧,૮૦૦ પોસ્ટ માટે ગુજરાતમાંથી ૩૮ લાખ અરજી મળી

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ત્રીજા વર્ગની ૧૨ હજાર જેટલી ખાલી જગ્યાઓ માટે ગુજરાતમાંથી ૩૮ લાખ અરજી મળી છે. એમાંથી પણ ૧૯ લાખ અરજી એટલે કે અડધો અડધ અરજી તલાટીની ૧,૮૦૦ પોસ્ટ પર મળી છે. અરજી કરવાની અંતિમ તારીખ બાકી હોવાને કારણે ૩૮ લાખનો આંકડો હજી વધી શકે છે. અહેવાલ પ્રમાણે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે આ આંકડા અંગે એવો તર્ક વ્યક્ત કર્યો છે કે આંકડા અને રાજ્યમાં વાસ્તવિક બેકારી વચ્ચે સીધો સંબંધ ન પણ હોઈ શકે, કારણ કે ઘણી વખત લોકો સારી તકની શોધમાં નોકરી હોવા છતાં બીજી નોકરી માટે અરજી કરતા હોય છે.બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આ આંકડાને લઈને રાજ્યમાં બેકારીઓ ભરડો લીધો હોવાનો તર્ક રજૂ કર્યો હતો. જે રીતે અરજીઓ મળી રહી છે તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે તલાટીની નોકરી બધા ઉમેદવાર માટે ‘સપનાની નોકરી’ છે. અહીં એક પોસ્ટ પર આશરે ૧,૦૫૫ અરજી મળી છે. કારણ કે સૌથી વધારે અરજી આ પોસ્ટ માટે જ મળી છે. જોકે, આ વખતે ફોરેસ્ટ બીટ ગાર્ડની ૩૩૪ પોસ્ટ માટે ૪,૮૪,૦૦૦ અરજી મળી છે, એટલે કે એક પોસ્ટ પર આશરે ૧,૪૪૯ ઉમેદવારે અરજી કરી છે. આ ઉપરથી તારણ કાઢી શકાય કે આ વખતે પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ માટે ઉમેદવારોમાં ઉત્સાહ ઘટી રહ્યો છે. કારણ કે ૯,૭૧૩ પોસ્ટ સામે ફક્ત ૮,૭૬૦૦૦ અરજીઓ મળી છે. એટલે કે એક પોસ્ટ માટે ફક્ત ૯૦ ઉમેદવારે અરજી કરી છે. અગાઉ આ રેશિયો ખૂબ જ વધારે રહેતો હતો.આ અંગે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જે રીતે સરકારી નોકરી માટે લાખો યુવાઓએ અરજી કરી છે તેના પરથી કહી શકાય કે રાજ્યમાં બેકારીએ ભરડો લીધી છે. સરકાર આ વાતનો અસ્વીકાર ન કરી શકે. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે આ અંગે કહ્યું કે, અનેક ઉમેદવારોએ એક કરતા વધારે સેન્ટર અને જિલ્લા માટે અરજી કરી હોવાથી આ આંકડો મોટો હોઈ શકે છે. વધારે અરજી મળવાનો મતલબ એવો નથી કે રાજ્યમાં મોટા પ્રમાણમાં બેકારી પ્રવર્તે છે. એવું પણ હોઈ શકે છે કે ખાનગી કંપનીમાં નોકરી કરતા લોકોએ કે પછી નીચલી પોસ્ટ પર સરકારી નોકરી કરી રહેલા ઉમેદવારોએ ઉંચી પોસ્ટ માટે અરજી કરી હોઈ શકે છે.

Related posts

ગુજરાતના વકીલમંડળોની ૨૨મીએ ચૂંટણી

aapnugujarat

નોકરીની લાલચ આપી ઠગાઈ કરતા ૮ શખ્સ પકડાયા

aapnugujarat

मां के नाम के साथ जन्म प्रमाणपत्र जारी करने का आदेश : हाईकोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1