Aapnu Gujarat
ગુજરાત

બોપલમાં પતિ,પત્ની અને વો કેસ પોલીસ સ્ટેશને પહોંચ્યો

શહેરના બોપલ વિસ્તારમાં ગઇકાલે પતિ-પત્ની અને વોનો કિસ્સો સામે આવતાં સમગ્રગ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પત્નીના ત્રણ વર્ષના પ્રેમ સંબધનો ભાંડો ફૂટતા પ્રેમીએ પતિને ઘરમાં ઘૂસીને ઢોર માર માર્યો હતો. પ્રેમીએ એક તબક્કે પતિને ખુલ્લી ધમકી આપી હતી કે, તારી પત્ની સાથે પ્રેમસંબંધ છે. જો તું વચ્ચે આવીશ તો જાનથી મારી નાંખીશ. પતિ તરફથી તેની પત્નીના પ્રેમી વિરૂધ્ધ બોપલ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બોપલમાં રહેતા કાપડના વેપારીએ બોપલ પોલીસમથકમાં પોતાની પત્નીના પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં કરાયેલા આક્ષેપ મુજબ, ફરિયાદી વેપારીના લગ્ન થોડાંક વર્ષો પહેલાં થયાં હતાં. ગઈકાલે સાંજના સમયે તેમની પત્ની કોઈ યુવક સાથે ફોન પર વાત કરતી હતી ત્યારે વેપારી પતિ ત્યાં આવી ગયો હતો. પતિએ પત્નીને પૂછ્યું હતું કે કોની સાથે વાત કરે છે ત્યારે પત્નીએ જણાવ્યું હતું કે તે તેની મિત્ર સાથે વાત કરે છે અને તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. બાદમાં આ મામલે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આખરે પત્નીએ તેના પ્રેમી વિનય સિંધીને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. પત્નીએ ફોન પર તેના પ્રેમી વિનયને કહ્યુ હતું કે મારો પતિ મારી સાથે ઝધડો કરે છે એટલે તું જલદી આવી જા..આ વાત સાંભળતાં પ્રેમી યુવક તેના ઘરે આવી ગયો હતો અને તેના પતિને ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો. પતિએ બુમાબુમ કરતાં સોસાયટીના સેક્રેટરી આવી ગયા હતા,જ્યાં વિનયે તેની ઉપર પણ હુમલો કર્યો હતો. આરોપી પ્રેમીએ માર મારતાં પતિને ખુલ્લી ધમકી આપી હતી કે, તારી પત્ની સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ છે જો તું આડો આવીશ તો તને જાનથી મારી નાખીશ. તો બીજી તરફ પતિને માર ખાતો જોઇને પત્નીએ પણ તેને ઘરેલુ હિંસાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બોપલ પોલીસે આરોપી પ્રેમી વિનય વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. જો કે, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

Related posts

ભાવનગર જિલ્લો બન્યો કોરોનામુક્ત

editor

મોદી શાસનમાં અર્થવ્યવસ્થા ખાડે ગઇ : મનિષ તિવારી

aapnugujarat

બિટકોઇન કેસ : ૧૦ આરોપી વિરૂદ્ધ સમન્સ જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1