Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

મસુદના ભાઈ સહિત જૈશના ૪૪ સભ્યની ધરપકડ કરાઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વિસ્ફોટક બનેલા છે ત્યારે વૈશ્વિક દબાણમાં આવેલા પાકિસ્તાને હવે દેખાવા પુરતા પણ કાર્યવાહીની શરૂઆત કરી છે જેના ભાગરુપે પાકિસ્તાને આજે જૈશના લીડર મસૂદ અઝહરના ભાઈ સહિત ત્રાસવાદી સંગઠનના ૪૪ સભ્યોની ધરપકડ કરી હતી. તેની જમીન ઉપર સક્રિય થયેલા આતંકવાદી સંગઠનો ઉપર અંકુશ મુકવા માટે વૈશ્વિક સમુદાય તરફથી પાકિસ્તાન ઉપર જોરદાર દબાણ લાવવામાં આવ્યું છે. પત્રકાર પરિષદમાં પાકિસ્તાનના ગૃહમંત્રી શહરયાર ખાને કહ્યું હતું કે, મસુદ અઝહરના ભાઈ મુફ્તી અબ્દુલ રૌફ અને હમાદ અઝહરને પણ પકડી પાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, ગયા સપ્તાહમાં પાકિસ્તાનને ભારત દ્વારા આપવામાં આવેલા ડોઝિયરમાં મુફ્તી અબ્દુલ રૌફ અને હમાદ અઝહરના નામ સામેલ હતા. જો કે, તેમણે કહ્યું હતું કે, આ કાર્યવાહી કોઈના પણ દબાણ હેઠળ કરવામાં આવી નથી. તમામ સંબંધિત સંગઠનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાકિસ્તાને સોમવારના દિવસે જ વ્યક્તિગતો અને સંગઠનો સામે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવને અમલી કરવા માટેની તૈયારી દર્શાવી હતી. વિદેશ કચેરીના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું છે કે, સરકારે દેશમાં ઓપરેટ થઇ રહેલા તમામ પ્રતિબંધિત સંગઠનોની સંપત્તિને જપ્ત કરી લીધી છે. જો કે, વિતેલા વર્ષોમાં પણ પાકિસ્તાને આ પ્રકારની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ઝુંકીને કરી છે પરંતુ પાકિસ્તાનમાં આતંકવાદીઓ સક્રિય રહ્યા છે. આતંકવાદીઓ સામે કાર્યવાહીના બહાને વિશ્વને ગેરમાર્ગે દોરવાના પાકિસ્તાનના પ્રયાસો જારી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વખતે ભારત ખુબ જ કઠોર વલણ અપનાવીને આગળ વધવા માટે ઇચ્છુક છે. પાકિસ્તાનની તમામ ગતિવિધિ ઉપર ભારતની ચાંપતી નજર છે. મસુદના ભાઈ સહિત પ્રતિબંધિત સંગઠનના ૪૪ સભ્યોની ધરપકડ કરવામાં આવ્યા બાદ ભારત તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી.

Related posts

બ્રિટન મુકી શકે છે હ્યુવેઈ પર પ્રતિબંધ

editor

સીરિયામાં લશ્કરી વિમાની મથક પર મિસાઇલ હુમલો

aapnugujarat

સિડનીમાં અસામાજિક તત્વોએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1