Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સીરિયામાં લશ્કરી વિમાની મથક પર મિસાઇલ હુમલો

સીરિયામાં રક્તપાતનો દોર જોરદારરીતે જારી રહ્યો છે. હવે સીરિયાના લશ્કરી વિમાનમથક પર મિસાઇલ હુમલો કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. સીરિયાના સરકારી મીડિયામાં આ મિસાઇલ હુમલા અંગેના હેવાલને સમર્થન આપવામાં આવ્યુ છે. આ હુમલો તૈફુર એર બેસ પર કરવામાં આવ્યો હતો. આ પહેલા સીરિયાના પૂર્વીય ઘોઉતામાં રસાયણિક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૮૦થી પણ વધારે લોકોના મોત થયા હતા. તૈફુર વિમાનીમથક પર કેટલીક મિસાઇલો ઝીંકવામાં આવી હોવાના હેવાલ મળ્યા છે. ડિફેન્સ સિસ્ટમ મિસાઇલને તોડી પાડવા માટે કામ કરી રહ્યુ છે. હુમલામાં કેટલાક લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. સરકારી મીડિયાના હેવાલમાં કહેવામાં આવ્યુ છે. આ હુમલો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ કરવામાં આવ્યો છે. ટ્રમ્પે ગઇકાલે જ રસાયણિક હુમલો કરવામાં આવ્યા બાદ આની નિંદા કરી હગતી. રસાયણિક હુમલો કરવા બદલ ટ્રમ્પે નિંદા કરીને સીરિયન પ્રમુખ બશર અલ અસદને ચેતવમી પણ આપી હતી. ટ્રમ્પે રશિયા અને ઇરાનને જવાબદાર ઠેરવીને આની મોટી કિંમત ચુકવવી પડશે તેવી ચેતવણી પણ આપી હતી. ટ્ર્‌મ્પે કહ્યુ હતુ કે બુદ્ધિવગરના આ હુમલામાં બાળકો, મહિલાઓના મોત થયા છે. રશિયા અને ઇરાન દ્વારા અસદને ટેકો આપવામાં આવ્યા બાદ અમેરિકા નારાજ છે. પહેલા સેનાએ તૈફુર વિમાનીમથક પર કરવામાં આવેલા હુમલામાં અમેરિકાનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી હતી. અત્રે નોંધનીય છે કે સીરિયાના પૂર્વીય ગુટાના ડોમા શહેરમાં ઝેરી સેરીન ગેસ મારફતે કરવામાં આવેલા હુમલામાં ૮૦થી વધારે લોકોના મોત થઇ ગયા હતા. હજારો લોકોને આની માઠી અસર થઇ હતી. હજારો લોકો હજુ પણ શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. સૌથી વધારે શિકાર મહિલાઓ અને બાળકો થયા હતા. સીરિયાના ઇતિહાસના સૌથી ભીષણ રસાયણિક હુમલા તરીકે આને ગણવામાં આવે છે. સતત હુમલાના કારણે તબાહ થઇ ગયેલા સીરિયામાં પૂર્વીય ગુટામાં હજુ પણ એક લાખથી વધારે લોકો ફસાયેલા છે. સીરિયામા બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત રહેલી સંસ્થાએ કહ્યુ છે કે લોકોની હાલત કફોડી બનેલી છે. બિનસત્તાવાર હેવાલમાં ૧૫૦થી વધારે લોકોના મોત થયા હોવાની વાત કરવામાં આવી છે. હેલિકોપ્ટર મારફતે ઝેરી નર્વ એજન્ટ સેરીન બોમ્બ ઝીંકવામાં આવ્યા હતા. હુમલાનો શિકાર થયેલા લોકોની આંખ બળવા લાગી હતી. ક્લોરીન ગેસના સંપર્કમાં આવતા જે અસર જોવા મળે છે તેવી અસર જોવા મળી રહી છે. ડોમાં શહેર હવે સંપૂર્ણ પણે ધ્વંસ છે. શનિવારના દિવસે કરવામાં આવેલા હુમલા બાદ બેઝમેન્ટમાં પડેલા અનેક મૃતદેહોને હજુ પણ જોઇ શકાય છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મૃતકોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ શકે છે. અનેક મેડિકલ, બચાવ ટુકડી દ્વારા રસાયણ હુમલા અંગે માહિતી આપવામાં આવી છે. જો કે, આના આંકડાને લઇને તર્ક વિતર્કોનો દોર ચાલી રહ્યો છે. વિપક્ષ સમર્થક ગોતા મિડિયા સેન્ટરે કહ્યું છે કે, ૮૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. જ્યારે હજારો લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ રસાયણ હુમલાના ભાગરુપે તકલીફ પડી રહી છે. સરકારી એજન્સીએ કહ્યું છે કે, આતંકવાદીઓના ગઢમાં તેમનો ખાત્મો કરવા માટે સેના આગળ વધી રહી છે. સેનાની આગેકૂચને રોકવાના પ્રયાસ થઇ રહ્યા છે. સમાચાર સંસ્થાનું એમ પણ કહેવું છે કે, સિરિયન અરબ સેનાને રસાયણિક હુમલા કરવાની જરૂર નથી.સીરિયામાં રસાયણિક હુમલા બાદ સમંગ્ર દુનિયા ફરી એકવાર ચોંકી ગઇ છે. સાથે સાથે આ પ્રકારના હુમલાની વ્યાપક નિંદા પણ થઇ રહી છે.

Related posts

ભારત સરકારની ૨૦ સંપત્તિઓ ટાંચમાં લેવા ફ્રાંસની અદાલતે આદેશ આપ્યા

editor

हमारे आंतरिक मामलों में दखल दे रहा है संयुक्त राष्ट्र : चीन

aapnugujarat

कांगो में खान ढहने से 43 से अधिक लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1