Aapnu Gujarat
રાષ્ટ્રીય

ખુલ્લામાં શૌચમુક્ત યોજના નિર્ધારિત લક્ષ્યથી હજુય દુર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી ઓક્ટોબર ૨૦૧૯ સુધી ખુલ્લામાં શૌચ કરનાર લોકો માટે શૌચાલય નિર્માણ માટે લક્ષ્ય નક્કી કર્યુ છે. જો કે લક્ષ્યાંક સુધી નિર્ધારિત સમય સુધી પહોંચવામાં સફળતા મળે તેવી શક્યતા ઓચી છે. સરકારી આંકડા આ લક્ષ્યથી હજુ ખુબ દુર હોવાની કબુલાત સરકારી અધિકારીઓ પોતે પણ કરી રહ્યા છે. જો કે શૌચાલય નિર્માણની કામગીરી ખુબ ઝડપથી દેશના તમામ રાજ્યોમાં ચાલી રહી છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ શહેરી અને ગ્રામીણ ક્ષેત્રના અનુસુચિત જાતિ અને જનજાતિના કરોડો લોકો એવા છે જેમના ઘરમાં હજુ સુધી શૌચાલયનુ નિર્માણ કામ કરવામાં આવ્યુ નથી. ઉત્તરપ્રદેશમાં આ સંખ્યા હજુ સુધી સૌથી વધારે છે. જ્યારે મધ્યપ્રદેશ ત્રીજા અને રાજસ્થાન પાંચમા સ્થાન પર છે. જ્યો પછાતો માટે શૌચાલય નિર્માણનુ કામ થયુ નથી. ગ્રામીણ ક્ષેત્રના ૧૧૬૨૫૧૩૯૧ અને શહેરી ક્ષેત્રના ૧૪૭૦૩૮૧૮ લોકોના ઘરમાં હજુ શૌચાલય નિર્માણનુ કામ થયુ નથી.
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા તમામ પ્રકારની પગલ કરવામાં આવી રહી હોવા છતાં રાજય સરકારના સ્તર પર ઉદાસીનતા જોવા મળી રહી છે. સરકારી આંકડા સપાટી પર આવ્યા બાદ લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે સરકારને વધારે ઝડપથી આગળ વધવાની ફરજ પડી શકે છે. રાજસ્થાનના શહેરી ક્ષેત્રમાં અનુસુચિત જન જાતિના ૪૮૦૧૭ લોકોના મકાનમાં શૌચાલય નિર્માણ કરવામાં આવ્યુ નથી. જ્યારે અનુસુચિત જાતિના ૧૮૭૧૭૮ ઘરમાં શૌચાલય નિર્માણનુ કામ હજુ સુધી કરવામાં આવ્યુ નથી. જ્યાં વધારે પ્રમાણમાં શૌચાલય નિર્માણનુ કામ બાકી છે ત્યાં વધારે ઝડપથી હવે કામગીરી હાથ ધરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.

Related posts

પીયૂષ ગોયલ નાણાં પ્રધાન, સ્મૃતિ ઈરાની ફરી માનવ સંસાધન વિકાસ પ્રધાન બનશે : અહેવાલ

aapnugujarat

भारत में कोरोना के 38,000 नए मामले

editor

ટેરર ફંડિંગ કેસમાં દિલ્હીમાંથી મોહમ્મદ અબ્દુલની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1