Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાયબરેલીથી પ્રિયંકા વાઢેરા લોકસભાની ચૂંટણી લડી શકે

પ્રિયંકા ગાંધી વાઢેરાની રાજનીતિમાં એન્ટ્રીને લઇને ફરી એકવાર ચર્ચા ગરમી પકડી રહી છે. માનવામાં આવે છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાઢેરા રાયબરેલીમાંથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. ઉત્તરપ્રદેશના કોંગ્રેસી કાર્યકરો પ્રિયંકામાં ઇન્દિરા ગાંધીની છાપ નિહાળે છે. તેમને લાગે છે કે પ્રિયંકા વાઢેરા જ એકમાત્ર હસ્તી છે જે ભાજપને હરાવવાની સાથે સાથે કોંગ્રેસની ખરાબ થઇ રહેલી છાપને પણ સુધારી દેવામાં ભૂમિકા અદા કરી શકે છે. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી આડે હજુ સમય છે પરંતુ પાર્ટીના કાર્યકરો પ્રિયંકા વાઢેરાને મેદાનમાં ઉતારી દેવા માટેની રજૂઆત કરી રહ્યા છે. અમેઠી અને રાયબરેલીના લોકોના મત જાણવાના પ્રયાસ કરવામાં આવતા લાગે છે કે કોંગ્રેસના કાર્યકરો મોટા ભાગે પ્રિયંકા વાઢેરા મેદાનમાં ઉતરે તેમ ઇચ્છે છે. રાયબરેલીના લોકો માને છે કે પ્રિયંકા વાઢેરાએ રાજનીતિમાં એન્ટ્રી કરવી જોઇએ. આગામી લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાનો તેમના માટે યોગ્ય સમય છે. કેટલાક સમર્થકો એમ પણ કહે છે કે પ્રિયંકા ગાંધી યુવા અને મહેનતી હોવાની સાથે સાથે ઇમાનદાર અને ઝડપી લીડર છે. રાયબરેલીના મહારાજગંજના નિવાસી લોકોનુ કહેવુ છે કે પ્રિયંકા ગાંધીમાં ઇન્દિરા ગાંધી જેવી કેટલીક છાપ છે. તે લોકોની મદદ કરનાર મહિલા છે. જિલ્લાના લોકો તેમનામાં ઇન્દિરા ગાંધીની છાપ જોઇ રહ્યા છે. રાહુલ ગાંધીની સાથે મળીને પ્રિયંકાએ કોંગ્રેસ પાર્ટીને ફરી એકવાર નવી ઉંચાઇ પર લઇ જવા માટે પ્રયાસો કરવા જોઇએ. રાયબરેલી અને અમેઠી મોટા ભાગે કોંગ્રેસના મોટા ગઢ તરીકે રહ્યા છે. લોકસભા ચૂટણી આડે હજુ ખુબ સમય છે પરંતુ મોટા રાજકીય પક્ષો દ્વારા પોત પોતાની રીતે તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. જો પ્રિયંકા ગાંધી વાઢેરા મેદાનમાં ઉતરશે તો ઉત્તરપ્રદેશમાં નવા સમીકરણ રચાઇ શકે છે.

Related posts

RBI से मदद : राहुल बोले- सरकार के पास आर्थिक संकट का कोई समाधान नहीं है

aapnugujarat

પાક.એરફોર્સના બે યુદ્ધ વિમાન LOC નજીક દેખાયા

aapnugujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરૂદ્ધ આચારસંહિતા ભંગની અરજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1