Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૯માં ભાજપને હરાવીને જ બતાવીશું : દિલ્હીમાં રાજઘાટ ઉપર ઉપવાસ બાદ નિવેદન

ઉપવાસની રાજનીતિ હવે શરૂ થઇ ચુકી છે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં રાજઘાટ ખાતે એક દિવસના ઉપવાસ કર્યા હતા. રાજઘાટ ઉપર ઉપવાસ બાદ રાહુલે કેન્દ્ર સરકાર અને ભાજપ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આજે દેશમાં જે માહોલ છે તે ભાજપની વિચારધારાના કારણે છે. રાહુલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપની વિચારધારા દેશને વિભાજિત કરવા માટેની રહી છે. દલિતોને કચડી નાંખવા માટેની રહી છે. રાહુલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપ દલિત વિરોધી છે. અમે ૨૦૧૯માં તેમને હરાવીને માનીશું. ભાજપની વિચારધારા દેશને વિભાજિત કરવાની છે અને અને ૨૦૧૯માં તેમને હરાવવા માટે તૈયાર છે. રાહુલે ભાજપ સરકાર ઉપર દલિત વિરોધી હોવાનો આક્ષેપ કરીને આજે ઉપવાસ કર્યા હતા. ઉપવાસ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપની વિચારધારા આદિવાસી અને લઘુમતિઓને કચડી નાંખવા માટેની રહી છે. રાહુલ ગાંધીના ઉપવાસને લઇને એક વખતે નવો વિવાદ સર્જાયો હતો જ્યારે કોંગ્રેસી નેતાઓ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભાજપના દલિત સાંસદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો લખી રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે, ભાજપના સાંસદ અમને કહે છે કે, મોદી દલિત વિરોધી છે. તેઓ દલિતોના હિત ઇચ્છતા નથી. રાહુલે દાવો કર્યો હતો કે, સમગ્ર દેશ જાણે છે કે, મોદી દલિત વિરોધી છે. આમા કોઇ વાત છુપાયેલી નથી. રાહુલ ગાંધીની સાથે સાથે કોંગ્રેસના કાર્યકરો પણ એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર રહ્યા હતા. ખેડુતોની કફોડી હાલત, યુવાનોમાં વધતી નારાજગી, બેરોજગારી અને એસટી-એસસી એક્ટમાં જોગવાઇને હળવી કરવા સામેના વિરોધમાં રાહુલ ગાંધી ઉપવાસ પર રહ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ તમામ રાજ્યો અને જિલ્લા ઓફિસ પર પ્રદર્શન કર્યા હતા. હાલમાં જ સંસદની કામગીરી સંપૂર્ણપણે ખોરવાઇ ગઇ હતી. કોંગ્રેસ પાર્ટીના સંસદ સત્ર દરમિયાન રહેલા આંચરણ મામલે લોકોને માહિતી આપવામાં આવનાર છે. કોંગ્રેસ પાર્ટીનો આરોપ છે કે મોદી સરકારે સંસદની કામગીરી ચાલવા દીધી ન હતી. જેના કારણે સીબીએસઇ પેપર લીક, પીએનબી કોંભાડ, કાવેરી જળ વિવાદ અને આંધ્રપ્રદેશને ખાસ દરજ્જો આપવા સહિતના મુદા પર કોઇ ચર્ચા થઇ શકી ન હતી. રાહુલ ગાંધી આજે રાજઘાટ ખાતે સવારે ૧૧ વાગ્યાથી લઇને સાંજે ચાર વાગ્યા સુધી ઉપવાસ રહ્યા હતા. બીજી બાજુ રાહુલ ગાંધીના ઉપવાસ પર બેસવાને લઇને પણ વિવાદ થયો હતો. સીખ રમખાણોમાં આરોપી રહેલા કોંગ્રેસી નેતાઓને સ્થળ પરથી પરત મોકલી દેવામાં આવ્યા હતા. જગદીશ ટાઇટલર અને સજ્જનસિંહને પરત મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ એવા ફોટા સપાટી ઉપર આવ્યા હતા જેના કારણે કોંગ્રેસની હાલત કફોડી બની ગઈ હતી.

Related posts

J&k में जनजागरण अभियान को तेजी देने 22 को जम्मू आएंगे भाजपा के दिग्गज नेता

aapnugujarat

આઝાદી બાદ કોરોના ભારત માટે સૌથી મોટો પડકાર

editor

Hathras case : UP govt seeks CBI probe monitored by SC

editor

Leave a Comment

UA-96247877-1