Aapnu Gujarat
ગુજરાત

મોદી શાસનમાં અર્થવ્યવસ્થા ખાડે ગઇ : મનિષ તિવારી

કેન્દ્ર સરકારના ત્રણ વર્ષના કાર્યકાળના લેખાજોખાના ભાગરુપે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ તિવારીએ આજ રોજ પત્રકાર પરિષદને સંબોધનમાં રજૂ કરતા જણાવ્યું હતું કે, ભારત સરાકરના આંકડાશાત્ર વિભાગે ભારતની અર્થ વ્યવસ્થા માટે જે આંકડા પ્રસિદ્ધ કર્યા છે તે સ્વયં સ્પષ્ટ છે. એનડીએ ભાજપ સરકારમાં ભારતની અર્થવ્યવસ્થા ખાડે ગઇ છે. નોટબંધીના છ મહિના બાદ પણ સરકાર બતાવી શકી નથી કે કેટલા પૈસા પરત આવ્યા. ભારતની અર્થવ્યવસ્તાનો વૃદ્ધિદર પ્રથમ ક્વાર્ટરમાં ઘટીને ૬.૧ ટકા થઇ ગયો. જીડીપીનો બેઝ યર ૨૦૦૪-૦૫થી બદલી ૨૦૧૧-૧૨ કરી દેવાયો. ૩૬ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાની સૌથી ખરાબ સ્થિતિ પર છે. ૨૦૧૬માં કારખાનાઓનો વૃદ્ધિદર ૧૨.૭ ટકા હતો એ ઘટીને ૨૦૧૭માં પ્રથમ ક્વાર્ટરમાં ૫.૩ ટકા થયો. નોટબંધીએ અર્થવ્યવસ્થાને તોડી નાંખી એપ્રિલ ૨૦૧૬માં આઠ કોર સેક્ટરની વૃદ્ધિ ૮.૭ ટકા હતી તે ૨૦૧૭માં ઘટીને ૨.૫ ટકા થઇ ગઈ છે જેમાં સિમેન્ટ, સ્ટીલ, કન્સ્ટ્રક્શન, ોઇલ ગેસનો સમાવેશ થાય છે. ૨૭ વર્ષમાં થયેલી વૃદ્ધિને ત્રણ વર્ષમાં સરકારે નષ્ટ કરી નાંખી. આંતરિક સુરક્ષા અને વિદેશનીતિ પર કેન્દ્ર સરકારના ત્રણ વર્ષની નિષ્ફળતાઓ ઉજાગર કરતા પૂર્વ કેન્દ્રીયમંત્રી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ તિવારીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં અરાજકતાનું કારણ પીડીપી અને ભાજપની ભાગીદાર સરકાર છે. કેન્દ્રના ગૃહમંત્રી દોઢ વર્ષ પહેલા કાશ્મીર અંગે જણાવે છે કે, તમામ સાથે વાતચીત દ્વારા ઉકેલ લવાશે. ઇન્સાનિયત અને જમ્બુરિયતની બાબત છે. હવે ગૃહમંત્રીની ભાષા બદલાઈને ફાઇનલ સોલ્યુશનની વાતો કરે છે. દેશ જાણવા માંગે છે ફાઇનલ સોલ્યુશન શું છે. ભારતની આંતરિક સુરક્ષા જર્જરિત હાલતમાં છે. સરકાર હજુ અનંતનાગની પેટા ચૂંટણી કરાવી શકી નથી. જમ્મુનું કાયમી સમાધાન રાજનાથસિંહ જાહેર કરે. આજની કાશ્મીરની સ્થિતિ ૧૯૭૯ કરતા પણ કરતા પણ ખતરનાક છે. કેન્દ્ર સરકાર પાસે નક્સલવાદ સામ ેલડવાની કોઇ નીતિ નથી. સરકાર નીતિ બનાવી શકી નથી અને અમલીકરણ પણ કરાવી શકી નથી. કાલની હેડલાઈન કાઈ રીતે બને એ ચક્કરમાં દેશની આંતરિક સુરક્ષા નેસ્તનાબૂદ થઇ ગઇ છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ભાજપની નીતિ અને નિયત સાફ નથી. ઉરી હુમલા પછી પણ રશિયાએ પાકિસ્તાન સાથેની મિલિટરી એક્સરસાઇઝ ચાલુ રાખી છે. મોદી લાહોર શરીફની પૌત્રીના લગ્નમાં ગયા જેનું પરિણામ પઠાનકોટમાં ભોગવવું પડ્યું. દેશના જવાનોના માથા વઢાઈ રહ્યા છે. જવાનો શહીદ થઇ રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષામાં કેન્દ્રની મોદી સરકાર કાશ્મીર સમસ્યા, નક્સલવાદ સમસ્યા અને પૂર્વોત્તર રાજ્યોની નાગા સમસ્યા અંગે સ્પષ્ટ નીતિના અભાવે ત્રણ વર્ષમાં પરિસ્થિતિ વણસી રહી છે અને દેશ સામે નવા પડકારો ઉભા થયા છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

કોંગ્રેસે હંમેશા ખોખલા વચન જ આપ્યા : વિજય રૂપાણીનો દાવો

aapnugujarat

અમદાવાદમાં ઝાડા – ઉલ્ટીનાં ૮૬૫ કેસ નોંધાયા

aapnugujarat

પાલનપુર સર્કિટ હાઉસમાંથી દલિત નેતા જીજ્ઞેશ મેવાણીની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1